GSTV

શાબાશ ગુજરાત! રાજ્ય બન્યું દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરીંગ હબ, મહારાષ્ટ્રને પછાડીને નંબર વન નો તાજ મેળવ્યો

Last Updated on December 2, 2021 by pratik shah

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના આંકડાઓ અનુસાર ગુજરાત દેશનું સૌથી મોટું ઉત્પાદન કરતું રાજ્ય બની ગયું છે, એટલે કે મેન્યુફેક્ચરીંગ હબ બન્યું છે. ગુજરાતે મહારાષ્ટ્રને આ બાબતે પછાડી દીધું છે, અને નંબર વનનો તાજ પોતાના શીરે તૈનાતકર્યો છે. આંકડાઓ મુજબ ગુજરાતનું Gross Value Addition (GVA) નાણાંકીય વર્ષ 2012થી 2020 સુધી વાર્ષિક આધાર પર 15.9 ટકા વધીને 5.11 લાખ કરોડ પહોંચ્યો છે.

આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રનું GVA 7.5 વધી 4.34 લાખ કરોડ રૂપિયા હતુ, જે ગુજરાતથી અડધુ છે. ઉલ્લેખનીય છે કે GVA એક ઇકોનોમિક મેટ્રિક છે, જે અર્થવ્યવસ્થામાં વસ્તુઓ અને સેવાઓની પુરવઠાને માપે છે.

નાણાંકીય વર્ષ 2020માં ભારતનું એકંદર ઉત્પાદન GVA (cumulative manufacturing GVA) વધીને રૂ. 16.9 લાખ કરોડ પર પહોંચ્યુ છે. નાણાકીય વર્ષ 2012 થી નાણાકીય વર્ષ 2020 ના સમયગાળામાં મેન્યુફેક્ચરિંગ GVAએ વાર્ષિક ધોરણના આધાર પર 9.7 ટકા વધ્યો છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે મૂડીરોકાણ અને સુધારાને કારણે બે આંકડામાં વૃદ્ધિ જોવા મળી છે. નાણાકીય વર્ષ 2012 અને નાણાકીય વર્ષ 2019 ની વચ્ચે, ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન (GFCF) માં ગુજરાતનું મૂડી રોકાણ રૂ. 5.85 લાખ કરોડ રહ્યું છે. જ્યારે આ સમયગાળામાં મહારાષ્ટ્રનું રોકાણ રૂ. 4.07 કરોડ હતું. આંધ્ર પ્રદેશનું મૂડી રોકાણ રૂ. 1.49 કરોડ હતું.

KPMG ના અહેવાલ મુજબ ગુજરાતમાં વેપારના લાયસન્સની મંજૂરી માટે સિંગલ વિંડો સિસ્ટમ, સરળ શ્રમ કાયદા અને મેન્યૂફેક્ચરિંગ માટે ઇન્સેન્ટિવ લિંક્ડ સ્કીમ જેવા સુધાર સાથે ગુજરાતને ગ્રોથના માપદંડ પર આ લીડ હાંસલ કરવામાં મદદ મળી છે.

મહારાષ્ટ્ર હજુ પણ સર્વિસના મામલે દેશમાં સૌથી આગળ છે. રાજ્યની સર્વિસીઝનો GVA વાર્ષિક 12.6 ટકા વધી રહ્યો છે, જે નાણાંકીય વર્ષ 2020માં 15.1 લાખ કરોડ રૂપિયા છે, આ મામલામાં મહારાષ્ટ્ર પછી બીજા નંબર પર તમિલનાડું છે, રાજ્યનો GVA 3.43 કરોડ રૂપિયા હતો. ત્યાર પછી કર્ણાટકાનો GVA 2.1 લાખ કરોડ રૂપિયા અને ઉત્તર પ્રદેશનો GVA 1.87 લાખ કરોડ રૂપિયા હતો. રાજસ્થાનની GVAમાં વૃદ્ધિ દર 3.8 ટકા તેલંગાનાની 5.5 ટકા અને આંધ્રપ્રદેશની વૃદ્ધિ 6.9 ટકા હતી.

READ ALSO

Related posts

કોરોનાનો કહેર / પોલીસ જવાનો પછી તબીબો પણ આવ્યા કોરોનાના સકંજામાં, સોલા સિવિલના સુપ્રીન્ડેન્ટ સહિત 12 ડોક્ટરો થયા સંક્રમિત

GSTV Web Desk

ગોલમાલ / DEO અને સરકારે જાહેર કરેલા આંકડામાં મોટો તફાવત, AMCના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા

GSTV Web Desk

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!