GSTV
Home » News » વડોદરા-મુંબઈ સુધીના એક્સપ્રેસ વેની જમીન મુદ્દે ફરી હાઈકોર્ટમાં અરજી

વડોદરા-મુંબઈ સુધીના એક્સપ્રેસ વેની જમીન મુદ્દે ફરી હાઈકોર્ટમાં અરજી

ડોદરાથી મુંબઈ સુધીના એક્સપ્રેસ વેની જમીન સંપાદનને લઈને ફરી એક વખત હાઈકોર્ટમાં અરજી થઈ છે. ભરુચના વધુ કેટલાક ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા માર્કેટ વેલ્યુ પ્રમાણે વળતર મળે તેવી માંગ કરી છે. અગાઉ ભરૂચ અને સુરતના ખેડૂતોને હાઇકોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી.

તેમજ માર્કેટ વેલ્યુ પ્રમાણે વળતર ચુકવવાનો આદેશ પણ કર્યો હતો. તેવામાં ભરુચના નવા ચાર ગામોના ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટીને નોટીસ પાઠવી જવાબ રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી 27 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

READ ALSO

Related posts

મુકેશ અંબાણીના પુત્રમાં શક્ય હતી આ વાતો, બીજા તો સપનામાં પણ ના વિચારી શકે

Path Shah

અરે આ શું…સાબરમતીને કાંઠે 500-1000ની જુની ચલણી નોટો તણાઇ આવી

Riyaz Parmar

મમતા બેનરજીનાં માર્ગે ગુજરાત સરકાર, હાર્દિક પટેલને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન આપી..પછી?

Riyaz Parmar