કેળાની ખેતી કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બારડોલી પંથકમાં કેળાના ભાવોમાં ઉછાળો આવતા ખેડૂતો ખુશ થયાં હતાં. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં કેળની ખેતી કરતા ખેડૂતોને આ વર્ષે સાનુકૂળ ભાવ મળી રહ્યા છે. જે કેળા 7 થી 8 રૂપિયા કિલો મળતા હતા તે હવે 19 રૂપિયો કિલો મળે છે. કેળાનું ઉત્પાદન ઓછું રહેતા ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું બારડોલીના સહકારી આગેવાનો માની રહ્યા છે.

બારડોલી પંથકમાં ખેડૂતોએ શરૂઆતના સમયમાં એક હજાર હેકટર કેળનું રોપણ કર્યું હતું. પરંતુ કોરોનાની ઓચિંતી આફત આવી પડતા કેળાનો પ્રતિ કિલોનો એક રૂપિયો ભાવ થઈ ગયો હતો. જેથી ખેડૂતોની કેળની ખેતીથી મોટું નુકસાન થયું હતું.

કોરોના કાળ બાદ કેળના રોપણ પર અસર જોવા મળી હતી. કેળનું રોપણ 300 એકર થઈ ગયુ હતુ. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે શેરડી સહિત અન્ય પાકોમાં સરકાર એમએસપી નક્કી કરે છે. તેવી જ રીતે કેળના પાક માટે પણ સરકાર દ્વારા ચોક્કસ એમએસપી નક્કી કરવામાં આવે તેવી ખેડૂત આગેવાનોની માંગ છે.
Read Also
- પેલોસીની યાત્રા પછી ચીનનો તાઈવાન પર વધ્યો આક્રોશ, સ્વતંત્રતા સમર્થક સાત તાઇવાની નેતાઓ પર મૂક્યો પ્રતિબંધ
- નશાનો કારોબાર/ મોક્સી કંપનીમાંથી 15 વર્ષ પહેલા પણ ઝડપાયું હતું કરોડોનું ડ્રગ્સ, આંતરરાષ્ટ્રીય પેડલર થઇ ગયો હતો ફરાર
- ખાદ્યતેલમાં એરંડા તથા દિવેલમાં તેજી, રાજસ્થાનમાં તેલિબિયાના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ
- મોટી દુર્ઘટના/ મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેને માલગાડીને મારી ટક્કર, 50થી વધુ મુસાફરો ઘાયલ
- વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓ તૂટી/ સોનું 600રૂ. ગબડી 54 હજારની અંદર, ચાંદીમાં પણ 1000 રૂપિયાનો ઘટાડો