GSTV

હવે થિયેટરમાં પોપકોર્ન ખાવા પડશે ભારે, ગુજરાતમાં વધી જશે આટલા ટકા ભાવ

પરોઠા બાદ હવે રેડી-ટૂ-ઈટ પોપકોર્ન પર પણ તમારે 18 ટકા GST નો વધારો થયો છે. ઓથોરિટી ઓફ ઈંડિયા રૂલિંગ (AAR) ની ગુજરાત બેંચે એ નક્કી કર્યુ છે કે, ખાણી-પીણીની વસ્તુઓ પર વધારે GST લગાવવા માટે એક નવી ચર્ચા શરૂ થઈ છે. ગુજરાત બેંચે કહ્યુ છે કે, રેડી-ટૂ-ઈટ પોપકોર્નને બનાવવા માટે મકાઈના દાણાને ગરમ કરીને તેમાં નમક જેવી બીજી વસ્તુઓ ભેળવવામાં આવે છે. જેથી તેના પર 18 ટકા GST લાગશે. AARની ગુજરાત બેંચનો આ નિર્ણય પોપકોર્ન બનાવનારી સુરતની એક કંપની જય જલારામ એન્ટરપ્રાઈની અરજીની સુનાવણની દરમિયાન થયો છે. આ કંપની પ્લાસ્ટિકના બંધ પેકમાં રજિસ્ટર્ડ બ્રાંડનેમથી પોપકોર્ન વેચે છે. કંપનીએ પોતાનો પક્ષ રાખતા કહ્યુ છે કે, આ સામાન્ય મકાઈના દાણા છે જે અનાજની કેટેગરીમાં આવે છે, જેથી તેના પર 5 ટકા GST જ લાગવુ જોઈએ.

પોપકોર્નના મૂળભૂત ગુણમાં ફેરફાર થતો નથી

AAR ની ગુજરાત બેંચે સેંટ્રલ સેલ્સ ટેક્સ એક્ટમાં સુપ્રીમ કોર્ટ છેલ્લા નિર્ણયોના આધાર પર આ નિર્ણય સંભળાવ્યો છે. અરજી કરનાર કંપનીની દલીલ હતી કે, મકાઈના દાણાને ગરમ કરવા છતાં તેને મૂળભૂત ગુણમાં ફેરફાર થતો નથી. સાથે જ તેમાં તેલ, મીઠુ અને હળદરનો વપરાશ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે, પરંતુ આ મામલામાં AAR નું માનવુ હતુ કે, પોપકોર્ન શેક્યા બાદ રેડી-ટૂ-ઈટ કેટેગરીમાં આવી જાય છે. જેથી તેના પર 18 ટકા GST લાગવુ જોઈએ.

પરોઠાને પહેલા ગરમ કરવો પડે

જણાવી દઈએ કે, કેટલાક દિવસ પહેલા જ આ પ્રકારનો એક નિર્ણય AARની કર્ણાટક બેંચે આપ્યો છે. AAR એ પરોઠાને 18 ટકા GST લાગે છે. કર્ણાટક બેંચે પોતાના નિર્ણયમાં કહ્યુ હતુ કે, રોટલી અથવા પૂરી ખાવા માટે તૈયાર હોય છે, પરંતુ પરોઠાને પહેલા ગરમ કરવુ પડે છે. તેથી તેના પર 18 ટકા GST લાગશે.

કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટીકરણની રાહ

ખરેખર, કર્ણાટકની એક કંપનીએ અરજી દાખલ કરી હતી કે, પરોઠાને પણ ખાખરા, રોટલી હેઠળ રાખવામાં આવે અને માત્ર 5 ટકા GST લેવામાં આવે. જોકે, AAR એ જે પરોઠા પર 18 ટકા GST લગાવવાની વાત કરી હતી તે રેડી-ટૂ-કૂક અને બંધ હોય છે. તેને ખાતા સમયે ગરમ કરવુ પડે છે. જેથી GST સાથે જોડાયેલા આ મામલાઓમાં હવે કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટીકરણની રાહ છે.

READ ALSO

Related posts

ઇડીએ ફ્લિપકાર્ટ ઇન્ડિયાને રૂ.10,000 કરોડની શો-કોઝ નોટિસ ફટકારી, અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ

Damini Patel

મોટા સમાચાર: બોર્ડના પરિણામથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, ફક્ત આટલા વિદ્યાર્થી બેસશે

Pravin Makwana

ગુજરાતની જનતા માટે મોટા સમાચાર: સરકારે આ 3 યોજનાને ભેગી કરીને હવે આ નામ રાખ્યુ છે, ખૂબ જ કામની છે આ યોજના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!