GSTV

50 હજારના ઇનામી નક્સલીને હવે ગુજરાત પોલીસ બિહારને સોંપશે

Last Updated on November 24, 2018 by Mayur

ગુજરાત એટીએસે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને નક્સલ કમાન્ડર રાજેશ રવિદાસ ઉર્ફે ગોપાલનો કબજો બિહાર પોલીસને સોંપશે. રાજેશ રવિદાસની એટીએસ અને અન્ય એજન્સીઓ સઘન પૂછપરછ કરી રહ્યાં છે. વલસાડ, વાપી અને દમણમાં તેના સંપર્કમાં આવેલા લોકો સામે પણ તપાસ લંબાવાઈ છે.

નક્સલ કમાન્ડર રાજેશ વલસાડથી એટીએસના હાથે ઝડપાયો હતો. તે મૂળ બિહારના ગયાનો છે. આ નકસલ કમાન્ડર ટકાવારી પ્રમાણે કામ કરતો હોવાનું અને તેણે અત્યાર સુધીમાં કરેલા હુમલામાં 10 જેટલા સીઆરપીએફ જવાનને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે. જો કે આ નકસલી કમાન્ડરે હજુ પણ વધુ ખતરનાક ગુના આચર્યા હોય તે શકયતાને નકારી શકાય તેમ નથી.

સામે આવેલી વિગતો મુજબ રાજેશ વર્ષ 2002થી પોતાની જમીનને લઇને થયેલા વિવાદના કારણે નક્સલી મુવમેન્ટમાં જોડાઇ ગયો હતો. તો તે હંમેશા અત્યાધુનિક હથિયારો સાથે જ સુરક્ષા જવાનો પર હુમલો કરતો હતો.

READ ALSO 

Related posts

ટોક્યો ઓલંપિક: પુરૂષ બોક્સરોએ નિરાશ કર્યા, એક પણ બોક્સર ન લાવી શક્યા મેડલ, સતીશ કુમાર પણ ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા

Pravin Makwana

ચેતવણી / Apple iPhone અને એન્ડ્રોઇડથી માંડીને Windows યુઝર્સ સાવધાન, બચવા આટલું કરજો નહીં તો…

Dhruv Brahmbhatt

BIG NEWS / મહત્વનો નિર્ણય, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની કરાઇ નિયુક્તિ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!