ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે ગત સોમવાર તા.30 મેની રાતે ઓખા નજીક પાકિસ્તાનની બોટને પડકારતાં ડ્રગ્સના પેકેટ્સ દરિયામાં ફેંકી દેવામાં આવ્યા હતા. દરિયાઈ લહેરો સાથે કચ્છના જખૌ નજીક ઢસડાઈને પહોંચેલા ડ્રગ્સના 49 પેકેટ્સ બીએસએફએ સર્ચ દરમિયાન કબજે કર્યા છે. એટીએસએ સાત પાકિસ્તાનીને પકડી પાડયા હતા. આ પાકિસ્તાનીઓને દરિયામાં ફેંકેલું 250 કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે.

બીએસએફની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, તા. 5ના સવારે બીએસએફ- ભૂજની ટીમે જખૌ મરીન પોલીસની સાથે જખૌ પોર્ટ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ દરમિયાન સયાલી ક્રીક પાસેથી ડ્રગ્સના 49 પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટ્સ 250 કરોડનું હેરોઈન હોવાની આશંકા છે અને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
પકડાયેલા 49 પેકેટ્સ ઉપર કૈફે ગારમેન્ટ અને બ્લ્યૂ સેફાયર 555 શબ્દો લખેલાં છે. ગત તા.30 મેની રાતે કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે, ઓખા નજીક સરક્રીક અને જખૌ પોર્ટ વચ્ચે એક પાકિસ્તાની બોટને અટકાવી હતી. આ બોટમાંથી સાત પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. દૂરથી જ ભારતીય એજન્સીની બોટ આવતી જોઈને પાકિસ્તાની શખ્સોએ ડ્રગ્સના પેકેટ્સ દરિયામાં ફેંકી દીધા હતા.
ભુજ બીએસએફએ એવો અંદાજ લગાવ્યો હતો કે, પાકિસ્તાની બોટમાંથી દરિયામાં ફેંકાયેલા ડ્રગ્સના પેકેટ પાકિસ્તાન તરફથી આવતી દરિયાઈ લહેરો સાથે ભારતીય દરિયાઈ કાંઠા પર આવી શકે છે. ભુજ બીએસએફ હાઈએલર્ટ પર હતી અને સતત સર્ચ ઓપરેશન કરતાં ડ્રગ્સના 49 પેકેટ્સ સફળતાપૂર્વક કબજે કરવામાં આવ્યા છે.
ગત તા. 30ના રાત્રે સૌરાષ્ટ્રની દરિયાઈ સરહદમાં પાકિસ્તાની બોટ ઘૂસી આવતાં કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમે તેને ઝડપી લીધી હતી. એટીએસને બાતમી મળી હતી કરે, પાકિસ્તાનની અલ નોમાન નામની બોટમાં નશીલા કે વાંધાજનક પદાર્થો લઈને અમુક તત્વો ગેરકાયદે ઘૂસી શકે છે. આ બાતમીના આધારે કોસ્ટગાર્ડના અરિંજય નામના પેટ્રોલિંગ જહાજ સાથે બોટને પડકારવામાં આવી હતી. એટીએસ અને કોસ્ટગાર્ડે કરેલી તપાસમાં પાકિસ્તાની બોટ પરથી સાત પાકિસ્તાની શખ્સો મળી આવ્યાં હતા. ડ્રગ્સની હેરાફેરીમાં એટીએસની બાતમી વધુ એક વખત પાક્કી પૂરવાર થઈ છે.
MUST READ:
- એપ્સ અપડેટની અવગણના કરનારા સાવધાન થઈ જાઓ / બેદરકારી જીવલેણ બની શકે છે, થઈ શકે છે મોટું નુકસાન
- ન્યુઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં વરસાદે તબાહી મચાવી, 2 લોકોના મોત
- વિચિત્ર અકસ્માત / વલસાડમાં ત્રિપલ અકસ્માતમાં 1નું મોત અને 8 ઘાયલ, પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી
- મહેબૂબા મુફ્તી રાહુલ ગાંધી સાથે યાત્રામાં જોડાયા, ખડગેએ સુરક્ષાને લઈને અમિત શાહને લખ્યો પત્ર
- પશ્ચિમ બંગાળના રાજ્યપાલને દિલ્હી કેમ બોલાવવામાં આવ્યા? ભાજપને પસંદ ન આવી મમતા સાથેની નિકટતા