GSTV

BIG BREAKING: ગુજરાત ATS એ BSFમાં ફરજ બજાવતા જવાનની કરી અટકાયત, બોર્ડર પર જાસૂસી કરવાનો આરોપ

Last Updated on October 25, 2021 by pratik shah

ગુજરાત રાજ્યમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં ગુજરાત ATS એ ભુજ BSFમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મોહમ્મદ સજાદની અટકાયત કરતા ખળભળાટ મચ્યો છે. BSFના જવાન પર ભારતીય BSF અંગેની ગુપ્ત માહિતી દેશના દુશ્મન એવા પાકિસ્તાનને પહોંચડતો હતો તેવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

મૂળ કાશ્મીરના રાજોરીનો રહેવાસી મોહમ્મદ સજાદ પાકિસ્તાનથી મળતા પૈસા પરિવાર અને મિત્રના એકાઉન્ટ જમા કરાવતો હોવાનું પણ ખુલ્યું છે. બીજી તરફ પૂછપરછમાં વધુ ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની સરહદ પણ પાકિસ્તાન સાથે જોડાયેલી છે.

આરોપી જવાન પર મોબાઈલથી ઘણી તસવીરો અને પાડોશી દેશને સેનાની હિલચાલની માહિતી આપવાનો આરોપ

આરોપી જવાન પર મોબાઈલથી ઘણી તસવીરો અને પાડોશી દેશને સેનાની હિલચાલની માહિતી આપવાનો અને તેના બદલામાં પૈસા લેવાનો આરોપ છે. આરોપી જવાન સજ્જાદ પણ પાકિસ્તાન ગયો હતો જ્યાં તે 46 દિવસ રોકાયો હતો. પાકિસ્તાનમાં એક આરોપીએ અલગ નંબરનો પણ ઉપયોગ કર્યો હતો. આરોપી વોટ્સએપ દ્વારા તમામ માહિતી કોઈ અંકલને સતત મોકલતો રહેતો હતો. જે અંગે તપાસ ચાલી રહી છે. ATSએ સજ્જાદનો મોબાઈલ અને સિમકાર્ડ જપ્ત કરી લીધો છે. આરોપીએ બીએસએફમાં ભરતી થવા માટે ખોટી જન્મતારીખનો પણ સહારો લીધો છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

Ind vs NZ Test / હાથમાંથી નિકળી ગઈ મેચ: છેલ્લી વિકેટ ના લઈ શક્યા ભારતીય બોલરો, કાનપુર ટેસ્ટ ડ્રો

Zainul Ansari

Big Breaking / ચોમાસુ સત્રમાં થયેલા હંગામાની શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહિત 12 રાજ્યસભા સાંસદ સસ્પેન્ડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!