ગુજરાત એટીએસની ટીમ દ્વારા વડોદરાના સીંધરોડ ગામની સીમમાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર દરોડા પાડીને પાંચ લોકોની ધરપકડ કરીને રૃપિયા ૪૬૭ કરોડની કિંમતનું ૧૪૩ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેમાં વડોદરામાં રહેતા સૌમીલ પાઠક નામનો યુવક તેના સાગરિતો સાથે એમડી ડ્રગ્સનો જથ્થો તૈયાર કરીને મુંબઇમાં રહેતા સલીમ ડોલા નામના ડ્રગ્સ ડીલરને સપ્લાય કરતો હતો. છેલ્લાં દોઢ બે માસ દરમિયાન મૌલિકે તેના સાગરિતો સાથે મળીને ખેતરમાં ફેક્ટરી તૈયાર કરીને ડ્ગ્સ તૈયાર કરતો હતો. જે અંગે એટીએસની તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.

વડોદરાની નજીકમાં આવેલી ફેક્ટરીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરીને વેચાણ
વડોદરામાં રહેતા સૌમિલ પાઠક તેના સાગરિતો સાથે મળીને મુંબઇના ડ્રગ્સ પેડલર સલીમ ડોલાને સપ્લાય કરતો હતો. છેલ્લાં દોઢ મહિનામાં રૃ. ૫૦૦ કરોડથી વધારાનું ડ્રગ્સ સપ્લાય થયાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એટીએસના ડીવાયએસપી એસ એલ ચૌધરીને બાતમી મળી હતી કે નડીયાદમાં રહેતો મોહંમદ શફી મિસ્કીન દિવાન નામનો સ્થાનિક ડ્રગ્સ ડીલર વડોદરાની નજીકમાં આવેલી ફેક્ટરીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરીને વેચાણ કરે છે. જે પ્રાથમિક બાતમીને આધારે ટેકનીકલ સેલ અને હ્યુમન સોર્સના આધારે એક ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
સીંધરોટ ગામમાં આવેલા એક ખુલ્લા મેદાનમાં તૈયાર કરાયેલા સેડમાં દરોડો
જેમના દ્વારા મંગળવારે વડોદરા ગ્રામ્યમાં આવેલા સીંધરોટ ગામમાં આવેલા એક ખુલ્લા મેદાનમાં તૈયાર કરાયેલા સેડમાં પર દરોડો પાડીને તપાસ કરતા ત્યાં એક ફેક્ટરી મળી આવી હતી. જેમાં વિવિધ પ્રોસેસ કરીને કેમીકલની મદદથી એમડી ડ્રગ્સ તૈયાર કરવામાં આવી રહ્યો હતો અને સ્થળ પરથી પાંચ લોકો મળી આવ્યા હતા. જે બાદ વધુ તપાસ કરતા ૬૩ કિલો જેટલું તૈયાર મેફેડ્રોન મળી આવ્યું હતું. જ્યારે એક વાસણમાં ૮૦ કિલો લિક્વીડ મેફેડ્રોન મળી આવ્યું હતું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૃપિયા ૪૭૯ કરોડ જેટલી થતી હતી.
આ અંગે વધુ માહિતી આપતા રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે પોલીસે આ કેસમાં (૧) સૌમિલ ઉર્ફે સેમ સુરેશચંદ્ર પાઠક ( રહે.એવરેસ્ટ સોસાયટી, બાલાજી હોસ્પિટલ પાસે, સુભાનપુરા, વડોદરા), (૨) શૈલેષ કટારિયા (રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી, રીફાઇનરી રોડ, ગોરવા, વડોદરા), (૩) વિનોદ ઉર્ફે પપ્પુ નિજામા (રહે. સીંધરોટ ગામ, વડોદરા), (૪) મોહંમદ શફી મિસ્કીન દિવાન (રહે. ફૈઝલ પાર્ક, નડીયાદ) અને (૫) ભરત ચાવડા (રહે. પંચામૃત એપાર્ટમેન્ટ, ગોત્રી રોડ, વડાદરા)ની ધરપકડ કરવામાં આવી છે.
જેલમાં હતો ત્યારે સલીમ ડોલા સાથે થઈ હતી મુલાકાત
સૌમિલ ડ્રગ્સના કેસમાં જેલમાં હતો ત્યારે તેની મુલાકાત મુંબઇમાં એમડી ડ્રગ્સનો કારોબાર કરતા સલીમ ડોલા નામના ડ્રગ્સ માફિયા સાથે મુલાકાત થઇ હતી. જ્યાં સલીમને સૌમિલને ઓફર આપી હતી કે જો તે એમડી ડ્રગ્સ તૈયાર કરી આપશે તો તે ડ્રગ્સ તૈયાર કરવાનું મટિરીયલ અને ફોર્મુલા આપશે. જેથી જેલમાંથી છુટયા બાદ સૌમિલે અન્ય લોકોનો સંપર્ક કરીને ગેંગ બનાવી હતી. જે બાદ દોઢ મહિના પહેલા સીંધરોટમાં સેડ તૈયાર કરીને ફેક્ટરી બનાવી હતી. આ દરમિયાન તે ત્રણ વાર તૈયાર એમડી ડ્રગ્સ મુબઇ સપ્લાય કરી ચુક્યો હોવાનું પણ બહાર આવ્યું છે. જે અંગે ગુજરાત એટીએસ દ્વારા ફરિયાદ નોંધીને સમગ્ર ડ્રગ્સ નેટવર્ક અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ