GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

કોંગ્રેસના ધારાસભ્યોનું સસ્પેન્શન સત્રના અંત સુધી : ભાજપ અને કોંગસ વચ્ચે મડાગાંઠ ઉકલી

ભાજપ- કોંગ્રેસે સસ્પેન્સન અને અધ્યક્ષ સામે અવિશ્વાસના દરખાસ્ત ને લઈને બેઠક યોજાઈ હતી જેમાં બંને પક્ષે વચ્ચે સમાધાન થઈ ગયુ હતુ. કોંગ્રેસના 3 ધારાસભ્યોનું સસ્પેન્શન બજેટ સત્રની સમાપ્તી સુધીનું કરાયુ હતુ. સામે પક્ષે કોંગ્રેસે પણ અધ્યક્ષ સામેની અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચી હતી. ભાજપ- કોંગ્રેસે સસ્પેન્સન અને અધ્યક્ષ સામે અવિશ્વાસના દરખાસ્ત ને લઈને બેઠક યોજાઈ હતી જેમાં સીએમ વિજય રૂપાણી, પ્રદીપ સિંહ જાડેજા, પંકજ દેસાઈ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે બેઠક યોજાઈ હતી. સત્તા પક્ષ વિપક્ષના ધારાસભ્યોના સસ્પેનશન ઘટાડા માટે થઈ  સંમત થયા છે. અાગામી ચોમાસું સત્રમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો માફી માગશે. બંને પક્ષોઅે પોતપોતાની દરખાસ્તો પરત ખેંચી લીધી છે.

કોંગ્રેસે અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કર્યો છે અને નિયમ મુજબ પ્રસ્તાવ દાખલ થયાના સાત દિવસમાં ચર્ચા થવી જરૂરી છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને વિધાન સભા ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. વિધાન સભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવમાં ભાગ લેવા તેમનું સસ્પેનશન રદ્દ કરવાની માંગ સાથે કોર્ટમાં અરજન્ટ હિયરિંગની માંગ કરાઈ હતી.

ગુજરાત વિધાનસભામાં ઘણા લાંબા સમય બાદ અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવી છે. બહુમતી અને સત્તાના જોરે અવિશ્વાસની દરખાસ્ત આવે તોય વાંધો નહીં પણ રાજકીય આબરૂનું ધોવાણ થશે. પરિણામમાં અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચાય તે માટે ભાજપ સરકારે છેલ્લી ઘડીના પ્રસાયો કર્યા છે પણ તેમાં સફળતા મળી નથી. આ વખતે સત્ર દરમિયાન વિપક્ષની એવી ફરિયાદ છે કે, અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોની અવગણના કરી છે. એટલું જ નહીં ગૃહમાં કોંગ્રેસ-ભાજપના ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ છે ત્યારે માત્ર કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો વિરુદ્ધ ત્રણ વર્ષ સુધી પ્રતિબંધ મૂકી દેવાયો છે. જ્યારે ભાજપના ધારાસભ્યો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ નહીં. બીજી બાજુ કોંગ્રેસના 40 ધારાસભ્યોના ટેકાથી વિધાનસભામાં અધ્યક્ષ વિરુદ્ધ દરખાસ્ત લાવવામાં આવી છે. બંને પક્ષે સમાધાન કરવા છેલ્લી ઘડીના પ્રસાયો કરવામાં આવ્યા. અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી લેવાય તો કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોના સસ્પેનશનના સમયમર્યાદામાં ઘટાડો થઈ શકે છે તેવી ભાજપ સરકારની રણનીતિ છે. અંતે અા સત્ર સુધી ત્રણ ધારાસભ્યોના સસ્પેશન રહેશે. ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને ધીના ઠામમાં જ ઘી ઢળે તેવા પ્રયત્નો કર્યા છે.

 

Related posts

મોદી સરકારનું અર્થતંત્ર વેન્ટિલેટર પર: હજુ ભયાનક ખરાબ સમય આવશે, વાંચો આ રિપોર્ટ

Ankita Trada

1 જૂનથી એલપીજી ગેસ સિલિન્ડરથી લઇને ફલાઈટ સુધી થશે આ ફેરફારો, સીધી પડશે તમારા ખિસ્સાંને અસર

Dilip Patel

તંત્રની લાલ આંખ: પાન-બીડીના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડી 65 લાખની કરચોરી ઝડપી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!