GSTV

જુલાઈ રૂપાણી સરકાર માટે ભારે, રિઝલ્ટ બાદ આ મામલે જામશે વિધાનસભામાં દંગલ

આગામી જુલાઈ મહિનામાં ફરી એકવાર રૂપાણી સરકારની પરીક્ષા થવાની છે. જુલાઈ મહિનામાં વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યુ છે.  આ સત્રમાં રૂપાણી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. ત્યારે 21 દિવસ ચાલનારા આ ચોમાસુ સત્રમાં નવી યોજનાઓ અને જોગવાઈઓ સાથેનું અંદાજપત્ર રજૂ કરાશે. ચોમાસુ સત્રમાં રાજ્ય સરકારની અગ્નિપરીક્ષા લેવાશે. ત્યારે આ દરમ્યાન કોંગ્રેસ રાજ્ય સરકારને ખાતર, પાણી અને દલિતોનાં મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે. જુલાઈના પહેલા સપ્તાહમાં ગુજરાત વિધાનસભાનું નિયમિત બજેટ સત્ર મળશે અને આ બજેટ સત્ર 19 થી 23 દિવસનું હોઇ શકે છે. પાંચ દિવસ સુધારેલા અંદાજપત્રની રજૂઆત અને એની સામાન્ય ચર્ચા પણ આ સમય દરમિયાન થશે. જેમાં અંદાજપત્રીય માંગણીઓ ઉપરની ચર્ચા માટે 12 દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે. જ્યારે ત્રણ દિવસ સરકારી કામકાજ અને વિધયકો માટે ફાળવાશે. નાણાં વિભાગની અન્ય વિભાગો સાથે બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે ખેડુત, મહિલા, યુવા રોજગારી સહિતના મુદ્દાઓને આગામી અંદાજપત્રમાં સ્થાન આપવામાં આવશે.

read also

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!