ગુજરાત વિધાનસભાએ ગુરુવારે ગુજરાત પ્રાઈવેટ યુનિવર્સિટી (સંશોધન) બિલ, 2022 સર્વસંમતિથી પસાર કર્યું હતું, જેનાથી રાજ્યમાં કોર્પોરેટ સંસ્થાઓ, ધાર્મિક અને સામાજિક ટ્રસ્ટો દ્વારા સ્થાપિત અદાણી ટ્રાંસસ્ટેડિયા યૂનિવર્સિટી, સ્વામી-આર્યન યુનિવર્સિટી સહિતની અગિયાર ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી આપવામાં આવી છે. આ બિલ પસાર થતાં રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યા વર્તમાન 43થી વધીને 54 થઈ જશે.

ગુજરાતની કુલ 19 અરજીઓમાંથી 11 મંજૂર
આ નવી યુનિવર્સિટીઓમાં ગાંધીનગરમાં ત્રણ, અમદાવાદ અને જૂનાગઢમાં બે-બે અને ભાવનગર, સુરત, ખેડા અને પાટણમાં એક-એક યુનિવર્સિટી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ગૃહને જણાવ્યું હતું કે નવી યુનિવર્સિટીઓ માટેની કુલ 19 અરજીઓમાંથી 11 મંજૂર કરવામાં આવી છે. ફી અને પ્રવેશ જેવી બાબતોમાં સંસ્થાને સરકારના કોઈ પણ નિયંત્રમ વગર શિક્ષા ક્ષેત્રમાં ખાનગીકરણ વધારવા પર વિપક્ષના વિરોધ છતાં સર્વસંમત્તિથી આ બિલ પાસ કરવામાં આવ્યુ.

કોંગ્રેસના આ ધારાસભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો
કોંગ્રેસના ધારાસભ્યો વિરજી ઠુમ્મર અને કિરીટ પટેલે વાંધો ઉઠાવ્યો હતો અને ખાનગી યુનિવર્સિટીઓની સમિતિઓમાં ધારાસભ્યોને સામેલ કરવા સૂચન કર્યું હતું જેથી તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાય. વીરજી ઠુમ્મરે કહ્યું હતું કે, એક એવી સિસ્ટમ બનાવવી જોઈએ કે જ્યાં આ ખાનગી યુનિવર્સિટીઓની કમિટીમાં મોનિટરિંગ અને કંટ્રોલ માટે બે ધારાસભ્યોનો સમાવેશ કરી શકાય. કારણ કે આ ખાનગી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ પાસેથી વધુ પડતી ફી વસૂલ કરે છે અને કેટલીકવાર ગુણવાન વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકતા નથી.
READ ALSO:
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો