GSTV
Home » News » આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર થશે શરૂ, સત્ર તોફાની રહેવાની સંભાવના

આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર થશે શરૂ, સત્ર તોફાની રહેવાની સંભાવના

આજથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. 21 દિવસ સુધી ચાલનારા ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ એટલે કે આજે નાણાપ્રધાન નીતિન પટેલ બજેટ રજૂ કરશે. ફેબ્રુઆરીમાં સરકારે લેખાનુદાન રજૂ કર્યું હતું.

પરંતુ હવે રૂપાણી સરકાર દ્વારા પૂર્ણ કદનું બજેટ રજૂ થશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રજૂ થનારા આ બજેટમાં કેન્દ્રની નવી મોદી સરકારના 100 દિવસના એજન્ડા મુજબ રોજગારી અને જીડીપી પર વધુ ધ્યાન આપવામાં આવશે.

બીજી તરફ વિપક્ષે પણ સુરત અગ્નિકાંડ, મગફળી અને ખાતર કૌભાંડ સરકારને આક્રમકપણે ઘેરવાની રણનીતિ બનાવી છે. જેના કારણે દર વખતની જેમ ચોમાસુ સત્ર પણ ધાંધલ-ધમાલ અને હંગામાની ભેટ ચડે તેવી પૂરી શક્યતા છે.

ત્યારે સવાલ એ છે કે પ્રજાના પ્રશ્નોની શાંતિપૂર્ણ માહોલમાં ચર્ચા ક્યારે થશે. કેમકે દરેક સત્રમાં પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નોની નક્કર ચર્ચા કરવાને બદલે ધમાલ મચાવી ગૃહના કિંમતી સમયની સાથે કરોડો રૂપિયા પણ વેડફે છે. આ ઉપરાંત દરેક સત્રમાં સરકારે રજૂ કરેલા મહત્વના બિલ પણ લટકી પડે છે.

READ ALSO

Related posts

અનોખો દેશપ્રેમ : રાજકોટના આ યુગલે પ્રભુતામાં પગલા પાડતા પહેલા રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

Nilesh Jethva

અમદાવાદમાં લૂટારૂ બેફામ, એડ્રેસ બતાવવા ગયેલો સોની વેપારી લૂંટાયો

Nilesh Jethva

Delhi Election 2020: અમિત શાહના રોડ શો દરમિયાન લાગ્યા આઝાદીના નારા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!