GSTV
Home » News » ચૂંટણીનું બ્યૂંગલ ફૂંકાયુ : ગુજરાતની સાતમાંથી ચાર બેઠક પર આ તારીખે મતદાન અને પરિણામ

ચૂંટણીનું બ્યૂંગલ ફૂંકાયુ : ગુજરાતની સાતમાંથી ચાર બેઠક પર આ તારીખે મતદાન અને પરિણામ

કેન્દ્રિય ચૂંટણી પંચે આજરોજ ગુજરાત સહિત ઝારખંડ અને હરિયાણાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાતની સાત વિધાનસભા બેઠકોમાંથી માત્ર ચાર બેઠકો પર જ ચૂંટણી થશે. ગુજરાતની આ ચાર બેઠકો પર 21 ઓક્ટોબરે મતદાન થશે. ગત્ત વખતે લોકસભાની થયેલી ચૂંટણી બાદ ગુજરાતના ધારાસભ્યો સંસદસભ્ય બનતા તેમની જગ્યા ખાલી પડી છે. તો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા જેવા ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા છે. જેથી 7 ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

હરિયાણા અને મહારાષ્ટ્રમાં આચારસંહિતા લાગુ

આ સાથે જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં આચારસંહિતાની જાહેરાત થઈ ચૂકી છે. મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર ચૂંટણી થવાની છે જ્યાં 8.94 કરોડ મતદારો છે. આ માટે 1.18 લાખ ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે હરિયાણામાં 90 બેઠકો છે જ્યાં 1.28 કરોડ મતદારો છે. આ માટે હરિયાણામાં 1.13 લાખ ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના રોજ મતદાન થશે. બંને રાજ્યોનું પરિણામ 24 ઓક્ટોબરે આવશે.

મુખ્ય ઈલેક્શન કમિશન સુનીલ અરોડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હરિયાણા-મહારાષ્ટ્રમાં 2 નવેમ્બર, 9 નવેમ્બરે વિધાનસભાનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે. એવામાં આ પહેલા આ રાજ્યોમાં ચૂંટણીની પ્રક્રિયા પુરી થશે. મહારાષ્ટ્રમાં 8.9 કરોડ મતદાર છે. જ્યારે હરિયાણામાં 1.28 કરોડ મતદાતા છે. હરિયાણામાં 1.03 લાખ હેલેટ યુનિટ છે. જ્યારે મહારાષ્ટ્રમાં 1.8 લાખ બેલેટ યુનિટ, 1.28 લાખ CU અને 1.39 લાખ વીવીપેટ મશીન છે.

Read Also

Related posts

Mansi Patel

પોલીસ કર્મચારી, પણ મેં કીધું ને સાહેબના 10 અને ઉપરના મને કરાવી દે

Nilesh Jethva

મહારાષ્ટ્રમાં જોરદાર ખેંચમતાણ મતદાનમાં ન દેખાઈ, બોલિવૂડના સિતારાઓ પહોંચ્યા પણ કોમનમેને અવગણના કરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!