GSTV
Gandhinagar ટોપ સ્ટોરી

વિજય રૂપાણી-નીતિન પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડવાની વાત કરી રહી હતી ભાજપ, 27 દિવસમાં જ કેમ બદલવા પડ્યો નિર્ણય?

ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે, ત્યારે તેના પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP)એ મુખ્યમંત્રી બદલી દીધા છે. કોઇને જાણ પણ નહીં થઈ અને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામુ ધરી દીધું અને જોત જોતામાં જ ભૂપેન્દ્ર પટેલ તરીકે રાજ્યને નવા મુખ્યમંત્રી મળ્યા. આ બધુ ત્યારે થયુ જ્યારે અંદાજે 27 દિવસ પહેલા જ ભાજપે જાહેરાત કરી હતી કે વર્ષ 2022ની ચૂંટણી વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં લડવામાં આવશે.

પટેલ

નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાત છોડી દિલ્હીની ગાદી પર વિરાજમાન થયા છે, ત્યારથી ગુજરાતમાં ભાજપ માટે નેતૃત્વ સંકટ ચાલી રહ્યો છે. નરેન્દ્ર મોદીના ગયા પછી આનંદી બેન પટેલને કમાન મળી, તેમના વિરુદ્ધ લોકોનો આક્રોષ વધતા વિજય રૂપાણીને કમાન સોંપવામાં આવી. તાજેતરમાં જ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા. ત્યારે (16 ઓગસ્ટ) ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે નિવેદન આપ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વિજય રૂપાણી, નીતિન પટેલના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે. કારણ કે રાજ્યમાં લાંબા સમયથી નેતૃત્વને લઇને પ્રશ્ન ઉભા થઈ રહ્યા હતા, આવી સ્થિતિમાં પાર્ટીએ જણાવ્યું હતું કે બંને જ નેતા સારું કામ કરી રહ્યા છે, તેથી ફેરફારની જરૂર નથી લાગતી.

ભાજપને કેમ નિર્ણય લેવો પડ્યો?

2017ની વિધાનસભાની ચૂંટણીમાં વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીને જીતવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ વચ્ચે કોરોના સંકટ દરમિયાન રાજ્ય સરકારની કામગીરી પર ઘણા પ્રશ્નો ઉભા થયા હતા, જેના કારણે વિજય રૂપાણી પ્રત્યે ગુસ્સો વધી રહ્યો હતો. ઉપરાંત પટેલ સમુદાયની નારાજગી લાંબા સમયથી ભાજપ સામે હતી.

આવી સ્થિતિમાં તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા મુખ્યમંત્રીનો ચહેરો બદલી નાખ્યો અને પટેલ સમાજના ભૂપેન્દ્ર પટેલને તક આપી. ભાજપે છેલ્લા કેટલાક દિવસોમાં કર્ણાટક, ઉત્તરાખંડના મુખ્યમંત્રી બદલ્યા છે. ઉપરાંત ચૂંટણી બાદ આસામમાં નેતૃત્વમાં ફેરફાર થયો હતો.

Read Also

Related posts

BIG NEWS: મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લવાશે, સરકારી અધિકારીનો બંગલો પચાવી પાડવા મુદ્દે નોંધાઈ છે ફરિયાદ

pratikshah

BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા

pratikshah

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછાળા મારતા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા

pratikshah
GSTV