GSTV
Gujarat Polls 2017 Kutch Mehsana Morabi Narmada North Gujarat Panchmahal Porbandar Rajkot Sabarkantha Surat Valsad Videos ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં પ્રથમ તબક્કાની બેઠકો પર 4 વાગ્યા સુધીનું સરેરાશ મતદાન 60.16 ટકા: ચૂંટણી પંચ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. આ સાથે કચ્છ, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં 89 બેઠકો પર 977 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. 4 વાગ્યા સુધીમાં સરેરાશ 60.16 ટકા મતદાન થયું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ચૂંટણીપ્રચાર વચ્ચે સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં લાંબી કતારોમાં ઉભા રહીં મતદારોએ પોતાના કિમતી મતાધિકારનો ઉપયોગ કરી મતોત્સવને ઉજ્જવળ બનાવ્યું હતું. મતદાન દરમ્યાન ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મોબાઈલથી EVM સાથે મોબાઈલ ફોન કનેક્ટ થઈ રહ્યાનો આરોપ લગાવી તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી હતી. તો જૂનાગઢમાં મતદાન કરવા ગયેલા ભાજપના નેતા રેશ્મા પટેલન વિરોધ થયો હતો. તો રાજકોટમાં મતદાન કરતી વેળાએ કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયા વિવાદમાં ફસાયા હતા. જ્યારે મોરબીમાં મતકુટીરનો વીડિયો વાયરલ થતાં તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા હતા.

મતદાનની ટકાવારી

જિલ્લોમતદાન (%)2012 (%)
કચ્છ58.1468.13
સુરેન્દ્રનગર59.1470.94
મોરબી67.3775.53
રાજકોટ60.3274.63
જામનગર56.8370.54
દ્વારકા53.5467.95
પોરબંદર54.2667.04
જૂનાગઢ58.0168.00
ગીર સોમનાથ63.0074.07
અમરેલી56.3868.32
ભાવનગર55.9169.11
બોટાદ56.4172.55
નર્મદા65.8183.90
ભરૂચ62.6176.34
સુરત60.6471.16
તાપી65.7281.15
ડાંગ64.6369.50
નવસારી67.5676.60
વલસાડ63.4374.74
સરેરાશ60.1672.53

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV