હાદિઁક પટેલના રાજીનામા બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળીયાએ કહ્યું કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસ ક્યારેય ભાજપ સામે લડી નહીં શકે. 2022ની વિધાનસભાનો ચૂંટણી જંગ ભાજપ અને આપ વચ્ચે ખેલાશે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ કોંગ્રેસના કાર્યકરોને આપમાં જોડાવા આહવાન કર્યું છે.

2017ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની પૂરા તાકાત લગાડનાર હાર્દિક પટેલનો જાણે અંતરઆત્મા જાગી ગયો છે. હાર્દિક કોંગ્રેસની નેતાગીરી પર માછલા ધોઈ રહ્યો છે અને ભાજપના નેતૃત્વના વખાણ, ચર્ચાઓ મુજબ જો હાર્દિક માટે રેડ કાર્પેટ પથરાય તો ભાજપમાં પણ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. હાર્દિકની ભાજપમાં એન્ટ્રી થાય તો હાર્દિક ભાજપના જ દિગ્ગજ નેતાઓ માટે રોડું બની શકે છે.

પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ બહું ટુંકાગાળામાં રાજકારણના મોટા પગથીયા ચડી ગયો. કોંગ્રેસને પાટીદાર આંદોલનનો 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભરપૂર ફાયદો મળ્યો પરંતુ સરકાર ન બની. ટુંકાગાળામાં કોંગ્રેસમાં હાર્દિકની એન્ટ્રી સાથે જ કાર્યકારી અધ્યક્ષ તરીકે મોટી જવાબદારી મળી પરંતુ કોંગ્રેસને હાર્દિકનો એટલો મોટો રાજકીય ફાયદો ન મળ્યો. કોનો-કોનાથી મોહભંગ થયો છે તેના પત્તા ખુલવાના બાકી છે પરંતુ જો હાર્દિક કેસરિયો ધારણ કરે તો ભાજપમાં પણ ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રાજીનામું આપતા પાસના નેતા ધાર્મિક માલવીયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી હાર્દિક અને કોંગ્રેસ પક્ષ વચ્ચે નારાજગી ચાલી આવતી હતી. લાંબા સમયથી હાર્દિકની સમસ્યાનું નિરાકરણ ન આવતા હાર્દિકે રાજીનામું આપ્યું હતું. હાર્દિકના રાજીનામાંના પગલે આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં એક નવો વળાંક અને પરિવર્તન લાવશે. હાર્દિક ભાજપ જોઈન કરે છે તો તેને સહકાર આપવો કે ન આપવો તે પાસ સમિતિની આગામી મિટિંગમાં નક્કી કરશે. પાટીદાર યુવાનો પર થયેલ કેસો અને શહીદ જવાનોના પરિવારને નોકરી જેવા મુદ્દા અમારા ભાજપ સામે યથાવત છે અને તે લડાઈ ચાલું રહેશે તેમ ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન