GSTV
Gujarat Election 2022 ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાત ચૂંટણી / પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર થશે મતદાન,  788 ઉમેદવારો છે મેદાનમાં

ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી રસપ્રદ જોવા મળી શકે છે. ગુજરાતની 89 વિધાનસભા બેઠકો પર પહેલી ડિસેમ્બરે મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં હેઠળ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 39 રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, તો કેટલીક બેઠકો પર અપક્ષ ઉમેદવારો પણ પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. આમ કુલ 89 બેઠકો પર 788 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં ચૂંટણી જંગ ત્રિકોણીય જોવા મળી રહ્યો છે. આ તમામ સ્થિતિ વચ્ચે જાણવા અને સમજવા જેવું છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી સમીકરણો કેવા છે ? આ ત્રણેય ક્ષેત્રોમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી કયો પક્ષ મજબૂત છે ?

સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના ચૂંટણી સમીકરણ
182 વિધાનસભા ચૂંટણી ધરાવતા ગુજરાતમાં સામાન્ય રીતે મુખ્ય લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળતી હોય છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાત પર જીત મેળવવા તમામ પ્રયાસો કરી રહી છે. બહુમતિ માટે 92 બેઠકોની જરૂર હોય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99, કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. 6 બેઠકો પર અપક્ષ ઉમેદવારો અન્ય પક્ષોની જીત થઈ હતી.

હવે જો પ્રદેશ મુજબ પરિણામો જોઈએ તો, મધ્ય ગુજરાતમાં 61, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં 54, ઉત્તર ગુજરાતમાં 32 અને દક્ષિણ ગુજરાતમાં 35 બેઠકોનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં 61માંથી 37 બેઠકો ભાજપે જીતી હતી તો કોંગ્રેસે 22 સીટો જીતી હતી. જ્યારે બે બેઠકો અન્ય પક્ષોએ જીતી હતી. કચ્છ-સૌરાષ્ટ્રના 54 બેઠકોમાંથી કોંગ્રેસને 30 તો ભાજપે 23 બેઠકો પર જીત નોંધાવી અને એક બેઠક પર અન્ય પક્ષનો વિજય થયો.

ઉત્તર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાંથી કોંગ્રેસે 17 સીટો તો ભાજપે 14 પર જીત મેળવી હતી અને એક સીટ પર કોંગ્રેસને સમર્થન આપનારા અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીની જીત થઈ હતી. દક્ષિણ ગુજરાતની 35 બેઠકોમાંથી 25 પર ભાજપની જીત તો 8 સીટો પર કોંગ્રેસ અને બે સીટો પર અન્ય પક્ષોની જીત થઈ હતી.

1 ડિસેમ્બરે કયા જિલ્લાઓમાં ચૂંટણી યોજાશે?
પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લામાં મતદાન થશે. એટલે કે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ જશે.

2017માં શું થયું?
વર્ષ 2017ની ચૂંટણીમાં અમરેલી, નર્મદા, ડાંગ, તાપી, અરવલ્લી, મોરબી અને ગીર સોમનાથમાં ભાજપ ખાતુ ખોલી શક્યું ન હતું. તો કોંગ્રેસે અમરેલીમાં 5, ગીર સોમનાથમાં 4, અરવલી અને મોરબીમાં 3-3, નર્મદા અને તાપીમાં 2-2 અને ડાંગમાં 1 બેઠક પર જીત નોંધાવી હતી. જ્યારે પોરબંદરની બંને બેઠક કોંગ્રેસે ગુમાવી હતી.

આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ચૂંટણીમાં શું થઈ શકે છે ?
ગુજરાત ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. શરૂઆતમાં પૂરી તાકાત સાથે આમ આદમી પાર્ટીએ પ્રચાર શરૂ કર્યો હતો. જોકે હવે AAPની નજર દિલ્હીની MCD ચૂંટણી પર વધુ જોવા મળી રહ્યું છે. તેમ છતાં આમ આદમી પાર્ટીની અસર ચૂંટણીમાં જોવા મલશે. બીજી તરફ કોંગ્રેસે શરૂઆતમાં ધીમી ગતીએ પ્રચાર શરૂ કર્યો હતો, હવે કોંગ્રેસ સંપૂર્ણ તાકાત લગાવી રહી છે.

ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના વિજેતા ઉમેદવારોએ પકડ્યો ભાજપનો હાથ
ગુજરાતમાં પાટીદારોની સંખ્યા વધુ છે. સૌરાષ્ટ્રમાં કોઈપણ ઉમેદવારની જીત અને હારનો ફેંસલો પાટીદાર મતદારોના હાથમાં જ હોય છે. આ ઉપરાંત ઓબીસી વર્ગની સંખ્યા પણ વધુ છે. ઓબીસી કોઈપણ રાજકીય ખેલ બગાડી શકે છે. ગત ચૂંટણી કોંગ્રેસનો સૌરાષ્ટ્રમાં દબદબો જોવા મળ્યો હતો. જોકે ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જીત મેળવનાર કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપનો સાથ પકડી લીધો છે. જે ઉમેદવારોએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે, તેમાંથી મોરબીમાંથી બ્રિજેશ મેરજા, લીંબડીમાંથી સોમા પટેલ, વિસાવદરમાંથી હર્ષદ રીબડિયા, ધ્રાંગધ્રામાંથી પરસોતમ સાબરિયા, જસદણમાંથી કુંવરજી બાવળિયા, જામનગરમાંથી વલ્લભ ધારાવિયા, માણાવદરમાંથી જવાહર ચાવડા, તાલાલામાંથી ભગવાન બારડ, ધારીમાંથી જે.વી.કાકડિયા અને ગઢડામાંથી પ્રવિણ મારુનો સમાવેશ થાય છે.

તો આ વખતે આમ આદમી પાર્ટીએ પણ શહેરી વિસ્તારો પર વધુ ફોકસ કર્યું છે. ખાસ કરીને સુરત તરફ, જ્યા ભાજપનું વર્ચસ્વ છે. આ ઉપરાંત AAPએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા પ્રયાસો કર્યા છે અને તેની અસર ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે.

READ ALSO

Related posts

‘ભારતે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે…’ અમેરિકાના દાવા બાદ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનું મોટું નિવેદન

Padma Patel

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કિસિંજરનું નિધન, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વિવાદાસ્પદ રહી હતી ભૂમિકા

Moshin Tunvar

સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટ મામલો: છ કર્મચારીઓના મૃતદેહ મળ્યા, FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી

pratikshah
GSTV