GSTV
Home » News » સાંસદના ઉમેદવારોને જીતાડવા ભાજપ અને કોંગ્રેસના વિધાનસભાના દાવેદારો દોડવા લાગ્યા

સાંસદના ઉમેદવારોને જીતાડવા ભાજપ અને કોંગ્રેસના વિધાનસભાના દાવેદારો દોડવા લાગ્યા

gujarat Lok Sabha election

આ લોકસભા ચૂંટણીમાં ભાજપે 4 અને કોંગ્રેસે 8 ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે. જેને પગલે આ 12 ધારાસભ્યોમાંથી જે ઉમેદવાર વિજેતા બનશે, તેની વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. આમ વિધાનસભા સીટ ખાલી પડે તો ટિકિટ મેળવવા માટે અત્યારથી જ લોબિંગ શરૂ થઈ ગયું છે અને જે તે વિધાનસભા મતવિસ્તારના દાવેદારો વર્તમાન ધારાસભ્યને સાંસદ બનાવવા માટે મેદાને પડ્યા છે. ગુજરાતમાં હવે પેટા ચૂંટણી યોજાશે.

alpesh-shankar

બનાસકાંઠામાં શંકર ચૌધરીએ તો રીતસરનો દાવ ખેલ્યો છે. પરબત પટેલને સાંસદની ટીકિટ અપાવી તેમની બેઠક પર પેટાચૂંટણી લડી ચૌધરીને ગુજરાતમાં મંત્રી બનવું છે. પાટણમાં ભરતસિંહ ડાભી, વલસાડમાં જીતુ ચૌધરી, પોરબંદરમાં લલિત વસોયા સહિત 12 ધારાસભ્યો હાલમાં લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. આ ઉમેદવારો હાર્યા છતાં પાર્ટી તેમને જ ફરી વિધાનસભા લડાવે તેવી સંભાવના નહિવત છે. એટલે આ ઉમેદવારોને જીતાડવા માટે આ બેઠકના સંભવિત દાવેદારો આગળ આવ્યા છે. જેઓ સાંસદ તરીકે ઉમેદવારને જીતાડી વિધાનસભાની સીટ પાક્કી કરી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસે પણ વિધાનસભાના દાવેદારોને અત્યારથી લોલિપોપ પકડાવી દીધો છે. જેને પગલે લોકસભાના ઉમેદવાર જેટલી જ મહેનત વિધાનસભાના દાવેદારો કરી રહ્યાં છે.

આ ધારાસભ્યો લડી રહ્યાં છે લોકસભા

બેઠકઉમેદવાર
પાટણભરતસિંહ ડાભી(ભાજપ)
પંચમહાલરતનસિંહ રાઠોડ(ભાજપ)
વલસાડજીતુ ચૌધરી(કોંગ્રેસ)
પોરબંદરલલિત વસોયા(કોંગ્રેસ)
જૂનાગઢપૂંજાભાઈ વંશ(કોંગ્રેસ)
રાજકોટલલિત કગથરા(કોંગ્રેસ)
અમરેલીપરેશ ધાનાણી(કોંગ્રેસ)
ગાંધીનગરસી.જે.ચાવડા(કોંગ્રેસ)
સુરેન્દ્રનગરસોમા ગાંડા પટેલ(કોંગ્રેસ)
બનાસકાંઠાપરબત પટેલ(ભાજપ)
અમદાવાદ(ઈસ્ટ)એચ.એસ.પટેલ(ભાજપ)
સાબરકાંઠારાજેન્દ્રસિંહ ઠાકોર(કોંગ્રેસ)

Related posts

ઓનલાઇન ટ્રેડિંગ છેતરપિંડીમાં ગુજરાતી ગેંગનો થયો પર્દાફાશ

Nilesh Jethva

અમદાવાદની પોળમાં જૈન સમાજની રથયાત્રાએ જમાવ્યું અનોખુ આકર્ષણ

Nilesh Jethva

જમીનના ઉંચા ભાવે સંબંધો ભુલાયા, નાના ભાઈનું મોત થતા રચાયું ષડયંત્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!