GSTV
Home » News » ‘તમે ચાર મહિના જ વરસો, બારેમાસ આપણને નહીં ફાવે’ ગુજરાતમાં શિયાળાની રાહ જોતા લોકો સામે મેઘરાજા ‘પધારો સાવધાન’ થઈ ગયું

‘તમે ચાર મહિના જ વરસો, બારેમાસ આપણને નહીં ફાવે’ ગુજરાતમાં શિયાળાની રાહ જોતા લોકો સામે મેઘરાજા ‘પધારો સાવધાન’ થઈ ગયું

ગુજરાતમાં હવે બારેમાસ ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે. જેના કારણે ખેડૂતો તો ઠીક પણ હવે લોકો પણ મુસીબતમાં મુકાયા છે. એક સમય હતો કે મેઘરાજા માત્ર ચાર મહિના માટે જ મહેમાન બનતા હતા. છેલ્લા બે વર્ષમાં એવો સમય પણ આવ્યો કે મેઘરાજા ઓછા વરસ્યા પણ આ વર્ષે તો મેઘરાજાએ ભારે કરી મુકી છે. મોડુ આવેલું ચોમાસુ શિયાળાની ઋતુ આવી હોવા છતાં પણ જવાનું નામ નથી લઈ રહ્યો. જ્યારે ગુજરાત મેઘરાજાને ફાવી ગયું હોય તેમ વર્ષ પૂર્ણ થવાનું છે તો પણ ગુજરાતના ઘણાં ખરા વિસ્તારોમાં મેઘ તાંડવ યથાવત્ત છે. ત્યારે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘરાજાએ મજબૂત બેટીંગનો પરચો પૂરો પાડ્યો તેના પર નજર કરીએ….

જસદણમાં જોરદાર ઝાપટુ

રાજકોટના જસદણ પંથકમાં વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકશાન થયુ છે. જસદણનાન વીરનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો. જેથી ઘઉં, લસણ, જીરુ અને ચણાના પાકને નુકશાન થયુ છે. તો ગોંડલમાં પણ વરસાદી ઝાપટુ વરસ્યુ હતુ. ગોંડલ રાજકોટ હાઈવે પર ભરૂડી ટોલનાકા પાસે ધોધમાર વરસાદ વરસ્યો ખાબક્યો હતો. કાલાવડ પંથકમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાલાવડ પંથકમા કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા. કપાસ અને રવિ પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.

ઉત્તર ગુજરાતમાં કમોસમી કહેર

ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદે ભારે કહેર વરસાવ્યો. ઉત્તર ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. બનાસકાંઠાના થરાદ, સુઇગામ, દિયોદર, અંબાજી અને ભાભર સહિતના પંથક પર કમોસમી આફત ઉતરી. તો આ તરફ સાબરકાંઠાના હિંમતનગર, ઇડર, પોશીના અને તલોદમાં પણ વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા. અરવલ્લીના ભિલોડા તેમજ શામળાજીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. જે બાદ ઝરમર ઝરમર વરસાદ વરસ્યો. તો મહેસાણાના બહુચરાજીમાં પણ વરસાદ સાથે કરા પડતા લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું. બહુચરાજીમાં રાયડો અને જીરૂના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે. તો પાટણના હારીજ પંથકમાં પણ ઝરમર વરસાદ વરસ્યો. હારીજ ઉપરાંત આસપાસના પંછકમાં વાતાવરણમાં પલટો અનુભવાયો અને બાદમાં વરસાદી છાંટા પડ્યા. માવઠાના મારથી બેહાલ બનેલા ખેડૂતોને કળ વળે તે પહેલા ફરી વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે.

બનાસકાંઠાને ઘમરોળ્યું

બીજી તરફ કમોસમી વરસાદે સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ધમરોળી નાંખ્યો. બનાસકાંઠાના મોટા ભાગના તાલુકાઓમાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદી ઝાપટા પડ્યા. સુઇગામમાં વરસાદને કારણે દિવેલા. જીરૂ અને રાયડાના પાકને નુકસાન થવાની શક્યતાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. તો થરાદ તેમજ વાવ પંથકમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો. જ્યારે કે કોરેટી, ભાટવર અને માવસરી સહિતના વિસ્તારમાં પણ કરા પડ્યા. આ તરફ દિયોદર અને લાખણી પંથકમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. દિયોદરના કોતરવાડા, ચિભડા, પાલડી, ભેસાણા જેવા અનેક ગામોમાં વરસાદ વરસ્યો. પરિણામે અનેક સ્થળોએ વૃક્ષો પડવાના પણ બનાવ બન્યા. ભાભરમાં પણ તોફાની પવન સાથે વરસેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ. કાંકરેજમાં પણ ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પર પાણી ભરાયા. ભારે પવન સાથે થયેલા વરસાદથી ખેતરમાં ઉભો પાક નાશ પામતા ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે.

કચ્છમાં મેઘસંગ્રામ

કચ્છના અબડાસા સહિત જખૌમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જખૌ બંદર અને આશીરા વાઢ આસપાસના વિસ્તારમાં સહિત લખપતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટું પડ્યું હતું. કચ્છના ખાવડામાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. ચાલુ વર્ષે અનેક વખત કમોસમી વરસાદથી ખડૂતોના હાલ બેહાલ થઈ ચુક્યા છે. કમોસમી વરસાદથી કચ્છના ખેડૂતોમાં રવિ પાકને ચિંતા વ્યાપી છે. તો વાગડ પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. જેથી ખેતરોમાં પાણી ભરાયા હતા.વાગડ વિસ્તારના ખડીર, કુડા,રામવાવ, ગવરીપર, ખેંગારપર, સુવાઈ,સાનગઢવગેરે વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા.

ગીર-સોમનાથમાં ગરજ્યો

ગીર સોમનાથ જીલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથીજ અહીયા ધોધમાર કમોસમી વરસાદનું આગમન થયું છે. અને રોડ રસ્તા પર પાણી વહેતા થઈ ગયા છે. જોકે વરસાદને કારણે ખેડૂતોએ વાવેલો પાક નાશ પામે તેવી સંભવના છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં ઝુંપડાવાસીઓ હાથમાં બેનરો સાથે રેલી યોજી દેખાવો કર્યા

Nilesh Jethva

પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતી અમૂલ્યા પર રાજદ્રોહનો કેસ દાખલ

Pravin Makwana

નમસ્તે ટ્રમ્પ અભિવાદન કાર્યક્રમમાં વિરમગામનું શરણાઈ ગ્રુપ સંગીત રેલાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!