GSTV

કડવી વાસ્તવિકતા / ખેડૂતોની આવક બમણી થવાના વાયદાનું ઉલટું ચિત્ર, ગુજરાતના ખેડૂતના માથે સરેરાશ રૂ. 38 હજારનું દેવું

Last Updated on July 30, 2021 by Dhruv Brahmbhatt

એક બાજુ, સરકાર એવા દાવા કરી રહી છેકે, ખેડૂતોની આવક બમણી થઇ જશે.પણ બીજી બાજુ, કડવી વાસ્તવિકતા એછેકે, ખેડૂતોએ ખેતી કરવા માટે ય બેંક લોન લેવા મજબૂર થવુ પડયુ છે.અનેક વિધ કૃષિ યોજના હોવા છતાંય ખેડૂતોની આિર્થક પરિસ્થિતિ સુધરી નથી. એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ખેડૂતનુ સરેરાશ દેવું રૂા.38,100 છે. નોંધનીય છેકે, સંસદમાં જ ખેડૂતોની લોનના આંકડા  સાથે વિગત રજૂ કરવામાં આવી હતી જેમા ગુજરાતના ખેડૂતોના માથે હાલ કુલ મળીને રૂા.90695.25 કરોડ છે.

farmers sad

રાજ્યની બેંકોમાં ખેડૂતોના કુલ મળીને 43,45,798 બેંક ખાતા

ગુજરાતમાં ગ્રામિણ ક્ષેત્રમાં કુલ 58.71 લાખ કુટુંબો હતાં તે પૈકી 39.30 લાખ કુટુંબો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. એક રિપોર્ટ મુજબ,ખેડૂતોની માથાદીઠ આવકમાં પંજાબ, હરિયાણા અને કેરાલા બાદ ગુજરાત ચોથા ક્રમે છે. ગુજરાતના ખેડૂતના માસિક આવક રૂા.11,899 છે. રાજ્યમાં 42.6 ટકા ખેડૂતોએ લોન લીધી છે. 16.74 લાખ ખેડૂતોએ ખેતીના વ્યવસાય માટે બેંક લોન લીધી છે. રાજ્યની બેંકોમાં ખેડૂતોના કુલ મળીને 43,45,798 બેંક ખાતા છે.

0.01 હેક્ટર કરતાં ય ઓછી જમીન ધરાવતા ખેડૂતનું દેવુ રૂા.6900 છે જયારે 0.01થી માંડીને 0.40 હેકટર જમીન ધારક ખેડૂતનું દેવુ રૂા.12 હજાર છે. આ જ પ્રમાણે, 0.41થી માંડી 0.40 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતનુ દેવું રૂા.24.700 થયું છે.

farmers

1 હેક્ટરથી માંડીને 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતની બેંક લોનનું દેવું રૂ. 31 હજાર

1 હેક્ટરથી માંડીને 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતની બેંક લોનનું દેવું રૂ. 31 હજાર છે. 2 હેક્ટરથી 4 હેકટર જમીન ધરાવતાં ખેડૂતનું દેવુ રૂા.82 હજાર અને 4થી 10 હેક્ટર સુધીની જમીન ધરાવતાં ખેડૂતનું બેક દેવું રૂા.1.14 લાખ છે. આજે ખેતી કરવી ય મોંઘી બની છે કેમ કે, ખાતરથી માંડીને જંતુનાશક દવા,ખેત મજૂરી સહિતનો ખર્ચ મોંઘો થયો છે. ઉત્પાદન પાછળ ખર્ચ કરાય છે પણ પુરતુ વળતર ય મળતુ નથી જેથી ખેડૂત દેવાદાર બન્યો છે.

કેન્દ્રના કૃષિ મંત્રાલયના  વર્ષ 2016-17ના રિપોર્ટ મુજબ, ગુજરાતના ખેડૂતોને કુલ 33864.46 કરોડની ક્રોપ લોન અપાઇ હતી. જયારે રૂા.20412.70 કરોડ ટર્મ લોન અપાઇ હતી.

વરસાદ

કૃષિ લોન માફ કરવાના મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજનીતી રમાઇ રહી છે. કોંગ્રેસશાસિત રાજ્યોમાં ખેડૂતોની લોન માફ કરવાનો વાયદો કરાયો હતો.પણ કેન્દ્ર સરકારે સંસદ સ્પષ્ટ ખુલાસો કર્યો કે, હાલ ખેડૂતોની લોન માફ કરવાની કોઇ યોજના નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

ભાલ પંથકમાં ભારે તબાહી / નદીઓ બની ગાંડીતૂર તો ગામોમાં જવાના રસ્તા થયા બંધ, રાહતની માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!