GSTV
Home » News » 370ની કલમ દૂર કરાયા બાદ ગુજરાતમાં આતંકી હુમલાનું એલર્ટ, દરિયા કિનારા પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય

370ની કલમ દૂર કરાયા બાદ ગુજરાતમાં આતંકી હુમલાનું એલર્ટ, દરિયા કિનારા પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય

જમ્મુ કાશ્મીરમાં ધારા ૩૭૦ દુર કરાયા બાદ સરકાર અને સુરક્ષા એજન્સીઓ ચોકન્ના છે. ઇનપુટ મુજબ સમુદ્ર સીમાએથી દેશમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. તેથી જામનગર સહિતનાં ગુજરાતના સાગર કિનારા સહિત કિનારા પરના શહેરોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. જામનગર ખાતે સુરક્ષા એજન્સીઓએ સઘન ચેકીગ કાર્યવાહી હાથ ધરી છે. બોમ્બ ડીસ્પોજલ ટીમ દ્વારા બસ રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરોના સામાન અને વાહનો સહિતના અન્ય સ્થળોએ ચેકિંગ હાથ ધર્યુ છે. દરિયા કિનારા પર તેમજ બેડી બંદર પર જતાં રસ્તાઓ પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સાથે દરેક હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

ઈન્ટેલિજન્સ બ્યૂરોએ ગુજરાતને આપી બાતમી

ઇન્ટેલિજન્સ બ્યૂરોએ ગુજરાત રાજ્ય પોલીસને એવી બાતમી મોકલી હતી કે દરિયા માર્ગે પાકિસ્તાની આતંકવાદીઓ કચ્છ સરહદેથી ગુજરાતમાં ઘુસવાની તૈયારી કરી રહ્યા છે. માટે સાવધ રહેજો. ગુજરાતમાં પાકિસ્તાની સરહદ ધરાવતા વિસ્તારોમાં ગુજરાત મરીન અને સીમા સુરક્ષા દળના જવાનો કાર્યરત છે. પૂર્વી કચ્છના એસપી પરીક્ષિત રાઠોડે આપેલી માહિતી મુજબ આતંકવાદીઓ ઘુસી શકે એવા દરેક સ્થળે અમે પૂરતો બંદોબસ્ત રાખ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં ગુજરાત મરીન અને સરહદી પોલીસના વધુ હથિયારધારી જવાનો ખડે પગે ફરજ બજાવીરહ્યા છે.

ખલાસીઓને પણ કર્યા સાવધ

સરહદી ગામોમાં રહેતા ખલાસીઓ અને ખારવાઓને પણ સાવધ કરી દેવામાં આવ્યા છે. તેમને એમ પણ કહી દેવામાં આવ્યું છે કે કોઇ અજાણી નૌકા કે અજનબી આદમી જોવા મળે તો તરત પોલીસને જાણ કરવી.

READ ALSO

Related posts

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel

નરેન્દ્ર મોદી જે દેશની મુલાકાતે છે ત્યાં પરવાનગી વિના ફોટો લેનારને 6 મહિનાની સજા અને દેશ નિકાલ કરે છે

Mayur

આ કારણે Secret Game 2માં મેકર્સે નથી દર્શાવ્યા બોલ્ડ અને સેક્સ સીન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!