GSTV
Gujarat Government Advertisement

કોરોના કાળમાં પણ રાજકીય દુકાન ચલાવવા શરૂ થઇ રાજ રમત, સંગઠન જાહેર થવાના એંધાણના પગલે આકાઓના સહારે પહોંચ્યા BJP નેતાઓ

Last Updated on May 9, 2021 by Pritesh Mehta

કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે એવામાં BJP શહેર સંગઠનના પદાધિકારીઓ પોતાની દુકાન  ચલાવવા અને ખુરશી બચાવવામાં જાણે કે લાગેલા હોય એવું સામે આવી રહ્યું છે. પ્રદેશ બીજેપી દ્વારા રાજ્યમાં તમામ જગ્યા પર સંગઠનની જાહેરાત કરી દીધી હવે તો લગભગ મોરચા એ પોતાના પદાધિકારીઓની નિમણુંક પણ કરી દીધી છે ત્યારે અમદાવાદ શહેર સંગઠનની જાહેરાત કરવામાં આવતી નથી. આમ તો સબકા સાથ સબકા વિકાસની વાતો જોર જોરથી ભાજપ દ્વારા કરવામાં આવે છે પણ આ કપરા સમયમાં શહેર સંગઠનના નેતાઓ મદદ કરવાના બદલે વધારે ફોક્સ પોતાની ખુરશી બચાવવામાં કરી રહ્યા છે.

BJP

શહેર મીડિયા વિભાગમાં ગત કોર્પોરેશન ઇલેક્શન દરમિયાન  તત્કાળ નિમણુંક ના ભાગ રૂપે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આદેશ કરી શહેર પ્રમુખ જગદીશ પંચાલ ને કહ્યું હતું કે હિતેશ પટેલને પદભાર આપી દેવામાં આવે પરંતુ જગદીશ પંચાલ પોતાના મળતીયાઓને બચાવવા જાણે કે મેદાને પડયા હોય એમ હિતેશ પટેલને સંપૂર્ણ પદભાર આપ્યો નહોતો અને પોતાના મળતીયાઓને સાચવી લીધા હતા એ એવા મળતીયાઓને કે જેના મારફતે જગદીશ પંચાલ પોતાના ટાર્ગેટ પણ પાર પાડી દીધા હતા. પોતાની ખુરશી બચે સાથે મળતીયાઓને પણ  સચવાઈ જાય તેના માટે તમામ કારશો રચવામાં આવ્યો હતો. જ્યારે હિતેશ પટેલને પદભાર સાંભળવા કહેવામાં આવ્યું પણ એ સમયે સંગઠન પદાધિકારિયો દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચોર ને કે તું ચોરી કરને પોલીસને કે તું કાર્યવાહી કર એવો ઘાટ સર્જાયો હતો આમ બેવડી નીતિના કારણે જ અનેક દલિત નેતાઓની આબરૂના લિરા ઇલેક્શન સમયે ઉડાડવાના પૂરતા પ્રયાસ કરી પોતાના ટાર્ગેટ સેટ કરી લેવામાં આવ્યા હતા.

સુત્રોની જો વાત માનીએ તો શહેર સંગઠનના પદાધિકારી દ્વારા પાટીલના આદેશ ને અવગણી ને પોતાની ખુરશી બચાવવા ધમપછાડા કર્યા હતા. ઇલેક્શન સમયે રિઝર્વ સીટ પર ટિકિટની માંગ કરવામાં આવી હતી પરંતુ તેમાં દાળ નહિ ગળતા શહેર સંગઠનના મીડિયા વિભાગ માં રહેવા ધમ પછાડા આદર્યા હતા. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે તેમાં પાટીલના આદેશને નહીં માનવા અને મળતીયા ને સાચવવા માટે શહેર પ્રમુખ જગદીશ પંચાલના છુપા આશીર્વાદ હતા અને એટલે જ હજી પણ પોતાની દુકાન ચલાવી રહ્યા છે.

સૂત્રો એ પણ ઉમેરી રહ્યા છે કે પોતાની ખુરશી બચે અને પોતાની રાજકીય દુકાન ચાલુ રહે તેના માટે આ કપરા કાળમાં કોરોનામાં લોકો સેવા હી સંગઠન ભૂલી ને રાજરમત ફરી વખત ચાલુ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!