GSTV

સાહેબ સાથે જવાનું સપનું છોડી દેજો કારણ કે સાહેબને જ ફાંફા છે, સરકારે કરી આ વ્યવસ્થા

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ટ્રમ્પની આગમન પહેલાં જ અમેરિકન સુરક્ષા એજન્સીઓએ રજેરજની માહિતી મેળવીને સુરક્ષાની સમીક્ષા કરી રહ્યાં છે. અમદાવાદીઓ તો બાનમાં મૂકાયા છે, પણ સુરક્ષા એવી ગોઠવાઇ છે કે, ટ્રમ્પ સુધી પહોંચવા સાત કોઠા વિંધવા સમાન સાબિત થશે. રોડ શો વખતે તો ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાફલાને પ્રવેશ નહી મળે. અરે ગુજરાતના ટોપના અધિકારીઓ અને મંત્રીઓ તેમજ ધારાસભ્યોને પણ આ કાર્યક્રમમાં લઈ જવા માટે સરકારે સ્પેશ્યલ વોલ્વો બસ કરી છે કારણ કે તેમના વાહનોને કારણે કોઈ સમસ્યા ન સર્જાય.

સાહેબને જ પ્રવેશવાના ફાંફા હોય એવી સ્થિતિ

સરકારને ડર છે કે આ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ મંત્રી કે ટોપના અધિકારીને સુરક્ષા વિભાગ રોકે અને સરકારની ફજેતી ન થાય તેનો પણ તેમને ડર છે. ધારાસભ્યો અને મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં એક સાથે જ પહોંચશે. જો ભાજપના કાર્યકરો એવી અપેક્ષા રાખી રહ્યાં હોય કે સાહેબ સાથે કાર્યક્રમમાં જઈશું તો અહીં સાહેબને જ પ્રવેશવાના ફાંફા હોય એવી સ્થિતિ છે. આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ પણ ચાંપતા બંદોબસ્તમાં લાગી ગયા છે. અમદાવાદનું એરપોર્ટથી લઇને 22 કિલોમીટરના રોડ શોમાં તમામ સુરક્ષા વ્યવસ્થા અમેરિકા સંભાળી રહ્યું છે. ટ્રમ્પની આ મુલાકાતને દરમિયાન તેમની સુરક્ષા વ્યવસ્થા સૌથી વધુ ચર્ચામાં છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત યાત્રા દરમ્યાન ટ્રમ્પની સુરક્ષામાં અમેરિકા 1500 કરોડ રૂપિયા ખર્ચ કરશે, જોકે એક એહવાલ મુજબ આ ખર્ચનો અંદાજો 90થી 100 મિલિયન એટલે કે 700થી 750 કરોડ રૂપિયા સુધી હશે.

ST દ્રારા વોલ્વો બસની સુવિધા

ગુજરાત સરકારના મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓને સ્ટેડિયમ લઇ જવા માટે એસટી નિગમ તરફથી વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવનારી છે. આ માટે ગાંઘીનગરમાં ત્રણ સ્થળ નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં ધારાસભ્ય ક્વાર્ટર, સચિવાલય અને મંત્રીઓના નિવાસસ્થાન છે. આ ત્રણેય સ્થળેથી એકસાથે વોલ્વો બસ ઉપડશે. આમ કરવા પાછળ એવું કારણ દર્શાવવામાં આવી રહ્યું છેકે, રસ્તા પર ટ્રાફિકની સમસ્યા તથા સ્ટેડિયમમાં એસપીજીની સિક્યોરિટી ચેકિંગ દરમિયાન કોઇ તકલીફ ન પડે એ માટે બધાને એકસાથે જ બસ દ્વારા સ્ટેડિયમમાં લઇ જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ટ્રમ્પની સુરક્ષા માટે યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટો

યુએસ એરફોર્સનું હરક્યુલસ વિમાન અદ્યતન સિસ્ટમથી સજ્જ એસયુવી કાર ઉપરાંત ત્રણ ટ્રક ભરીને સુરક્ષાની સામગ્રી લઇને આવી પહોચ્યું છે. ટ્રમ્પની સુરક્ષા માટે યુએસ સિક્રેટ સર્વિસ એજન્ટો અત્યારથી કામે લાગ્યાં છે. એરપોર્ટથી મોટેરા સુધીના રોડ શોમાં રોડરનર કાર મુખ્ય ભૂમિકામાં હશે. આ કાર કમાન્ડ કંટ્રોલ વ્હિકલ તરીકે ઓળખાય છે. જેમાં ટ્રાન્સપોન્ડર, એન્ટેના, સેટેલાઇટ કોમ્યુનિકેશન સહિતની અદ્યતન સુવિધા હોય છે. આ ઉપરાંત તેમાં 360 ડીગ્રી કેપ્ચર કરી શકે તેવો લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ કેમેરો પણ હોય છે.

READ ALSO

Related posts

આજ રાત્રે 12 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રતિબંધ, અમદાવાદમાં કોરોના થર્ડ સ્ટેજમાં પહોચ્યો

Nilesh Jethva

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!