GSTV
Gujarat Government Advertisement

ગરમીમાં શેકાવા થઇ જાઓ તૈયાર, આગામી બે દિવસમાં આટલો ઉંચો જશે તાપમાનનો પારો: આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ડિગ્રી

Last Updated on May 4, 2021 by Bansari

અમદાવાદમાં આગામી બે દિવસ ફરી ગરમીમાં વધારો થઇ શકે છે અને તાપમાન ૪૨ ડિગ્રીને પાર જવાની સંભાવના છે. દરમિયાન આવતીકાલે બનાસકાંઠા,રાજકોટ,ભાવનગર, અમરેલી, જુનાગઢ, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

તાપમાન

અમદાવાદમાં ૪૧ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન

સોમવારે દિવસ દરમિયાન અમદાવાદમાં ૪૧ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૦.૨ ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી બે દિવસ બાદ અમદાવાદમાં તાપમાન ૪૨ ડિગ્રીથી વધે તેની સંભાવના છે. ૪૧ ડિગ્રી સાથે આજે અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર રાજ્યના હોટેસ્ટ સિટી બની રહ્યા હતા. આજે રાજ્યમાંથી અન્યત્ર વડોદરામાં ૪૦.૬, કેશોદમાં ૪૦.૪, ગાંધીનગર-ભૂજમાં ૪૦.૨, વલ્લભ વિદ્યાનગરમાં ૩૯.૯, ભાવનગરમાં ૩૮.૯ અને સુરતમાં ૩૬.૬ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

તાપમાન

મંગળવાર બાદ વરસાદની સંભાવના નહીવત

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ૪-૫ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. રાજ્યમાં મંગળવાર બાદ વરસાદની સંભાવના નથી. બુધવારથી સૂકું વાતાવરણ રહેશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

હાહાકાર/ એપ્રિલમાં આ ગામમાં 60 લોકોનાં મોત : તંત્રના નેગેટિવ રિપોર્ટોને પગલે લોકો સુપર સ્પ્રેડર બન્યા, 500 કેસ હોવાનો દાવો

Damini Patel

રાજકોટ: કોરોનાના ખપ્પરમાં ગામડાઓ હોમાયા, સરપંચોને પાવર તો આપ્યા પણ તંત્ર કોઈ વાત સાંભળતુ નથી

Pravin Makwana

સંવેદનાનું શાણપણ: જાહેર વિતરણ વ્યવસ્થાના ગુજરાતમાં ચિથરેહાલ, રાશનની અનેક દુકાનો પર ‘માલ નથી આવ્યો’ના બોર્ડ લાગ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!