GSTV
Home » News » રાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો

રાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો

રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તેની સાથે સાથે હાલમાં અમદાવાદના ચાંદખેડા, ગોતા, સાબરમતી, એસજી હાઈવે, રાણીપ સહિત પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારમાં સાંજે ભારે વરસાદ પડ્યો હતો તેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઓફિસ છુટવાના સમયે જ ભારે વરસાદ શરૂ થતા ઘણી જગ્યાએ ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં ભારે વરસાદ થતા લોકોને ભારે ટ્રાફીક જામનો પણ સામનો કરવો પડ્યો હતો. શહેરમાં 18 જૂનની સાંજ સુધીમાં મોસમનો સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરના વિવિધ ઝોનમાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો છે.

જેમાં પૂર્વ ઝોન 39.45-મી.મી, પશ્મિમ ઝોન-31.89 મી.મી., ઉત્તર પશ્ચિમ ઝોન-40.75 મી.મી, દક્ષિણ પશ્ચિમ ઝોન-57.50 મી.મી., મધ્યઝોન-17.75 મી.મી., ઉત્તર ઝોન-45.55 મી.મી, દક્ષિણ ઝોન-25.50 મી.મી. વરસાદ નોંધાયો છે. આ સિવાય મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરમાં 30થી વધુ જગ્યાઓ પર ઝાડ પડ્યાની પણ ફરિયાદ મળી છે.

ઉત્તર ગુજરાત

જિલ્લા પ્રમાણે વરસાદ જોવામાં આવે તો સાબરકાંઠા 62, ગાંધીનગર 42, મહેસાણા 38, અરવલ્લી 31, પાટણ 21, બનાસકાંઠા 19 મીમી જેટલો વરસાદ પડ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોતું ઉત્તર ગુજરાત વરસાદ પડતા ઠંડકની અનુભૂતિ થઈ હતી. છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યાના કારણે ઉત્તર ગુજરાત પરેશાન થયું હતું. વરસાદ પડતા ઉત્તર ગુજરાતના રહેવાસીઓએ પણ હાશકારો લીધો હતો.

સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં કેરળમાં પડેલા વરસાદ બાદ મેઘમહેર ચાલુ જ છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જેમાં ગીર-સોમનાથ 36, રાજકોટ 13, જૂનાગઢ 9 મીમી વરસાદ પડ્યો હતો. જૂનાગઢનાં જંગલ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે પ્રકૃતિ પણ ચારે તરફ ખીલી ઉઠી હતી. અને ધરતી માતાએ નવો વેશ ધારણ કર્યો હતો. જેના કારણે પ્રકૃતિ પ્રેમીઓ પણ ખુશ થયા હતા. તો સાસણ ગીરના જંગલમાં પણ પક્ષીઓ સહિત પ્રાણીઓએ વરસાદ પડતા હાશકારો મેળવ્યો હતો.

મધ્ય ગુજરાત

તો ઉત્તર ગુજરાતની માફક કાલ બપોરથી મધ્ય ગુજરાતમાં વરસાદે રમઝટ બોલાવી હતી. ભારી મેઘમહેરના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. મધ્ય ગુજરાતમાં જોવામાં આવે તો અમદાવાદ 22, મહિસાગર 18, ખેડા 13, આણંદ 11 મી.મી વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં બપોર બાદ પડેલા વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઈ હતી. કેટલીક જગ્યાએ તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી ઉઘાડી પડી ગઈ હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓમાં પાણી ભરાયા હતા. પરિણામે ઘણા ગીચ વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી. જિલ્લા મુજબ જોવામાં આવે તો સુરત 19, વલસાડ 16, નવસારી 14 મી.મી વરસાદ પડ્યો હતો.

જણાવી દઈએ કે સૌથી વધારે વરસાદ પાટણના સિદ્ધપુરમાં પડ્યો હતો. મેઘરાજાએ જોરદાર બેટીંગ કરતા સિદ્ધપુરમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. પરિણામે લોકોએ પણ વરસાદની મઝા લીધી હતી.

READ ALSO

Related posts

જૂનાગઢ મહાનગરપાલિકા કબ્જે કરવા ભાજપે સૌરાષ્ટ્રભરમાંથી નેતાઓની ફોજ ઉતારી

Nilesh Jethva

નવસારી સિવિલ હોસ્પિટલના સર્જન દસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

Nilesh Jethva

રાજકોટમાં બે પોલીસકર્મીના મોતના મામલે ફોરેન્સિક રિપોર્ટમાં થયો આ ખુલાસો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!