સમગ્ર ગુજરાતમાં કોરોનાનાં કેસો રોકેટ ગતિએ વધી રહ્યાં છે. એવામાં રાજ્યમાં એક બાદ એક નેતાઓ, ધારાસભ્યો તેમજ પોલીસકર્મીઓથી માંડીને આરોગ્યકર્મીઓ અને વિદ્યાર્થીઓથી લઇને તમામ લોકો તેનાં અજગરી ભરડામાં આવી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તાજેતરમાં જ રાજ્યનાં કૃષિમંત્રી રાઘવજી પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી રાઘવજી પટેલ હોમ ક્વોરન્ટાઇન થયા છે. છેલ્લાં ત્રણ-ચાર દિવસમાં સંપર્કમાં આવેલાં લોકોને રિપોર્ટ કરાવી લેવાની મંત્રીએ સલાહ પણ આપી છે.
તાજેતરમાં જ મહેસૂલ મંત્રીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ ટેસ્ટ કરાવી લેવા મારી વિનંતી
રાઘવજી પટેલે ખુદ ટ્વિટ કરીને માહિતી આપતાં જણાવ્યું કે, ”આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.”
આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
— Raghavji Patel (@RaghavjiPatel) January 23, 2022
છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજ્યનાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ કોરોના સંક્રમિત થયાં હતાં. તેઓએ વડોદરા ખાતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારે એવું કહેવાય છે કે, વડોદરાનાં ચોથા ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત થયા હતાં. હાલમાં તેઓ પોતે આઇસોલેટ છે. તેઓએ પોતાનાં સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવાની પણ અપીલ કરી હતી.
READ ALSO :
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન