એક તરફ એસટી કર્મચારીઓ હડતાળ પર છે. તેવામાં હવે કાલે 10 હજારથી વધુ પ્રાથમિક શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરશે. કુલ 33 જિલ્લાના શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરશે અને આ માટે દરેક જિલ્લા સંઘને શિક્ષકોને ગાંધીનગર પહોંચાડવા માટે સુચના આપી દેવાઈ છે. હાયર પે સ્કેલ, સળંગ નોકરી અને સરકારની વધારાની કામગીરીમાંથી મુક્તિ જેવા 8 મુદ્દાઓ સાથે શિક્ષકો માસ સીએલ પર ઉતરશે.અને સવારે 9 કલાકે વિધાનસભાનો ઘેરાવ કરશે.
- 1997 થી ફિક્સ પગારના શિક્ષકોને સળંગ ગણવા
- સવા બે લાખ શિક્ષકો આવતી કાલ એક દિવસ માટે માસ CL પર જશે
- આ શિક્ષકો પણ આવશ્યક સેવા માં ગણાય છે.
- આવતી કાલ થી સવા બે લાખ શિક્ષકો ચાણક્ય ભવન થી વિધાનસભા ઘેરાવો કરશે
- સરકારે પહેલા આ શિક્ષકો ની નોકરી સળગ ગણવા કહ્યું હતું..પરંતુ હજુ કઈ કર્યું નથી
રાજ્યમાં એસટી કર્મચારીની હડતાળ લાંબી ચાલવાના એંધાણ છે. એસટી નિગમના કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. તેમણે અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું છે. સીએમ વિજય રૂપાણીએ એસટીના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ નહીં આપવાની જાહેરાત કરી બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. જેથી નારાજ એસટી કર્મચારીઓએ તેમની એક દિવસની હડતાળ લંબાવી જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. સંકલન સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો. સાથે આગામી દિવસોમાં વધુ આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
હડતાલથી હાલાકી
ગુજરાત એસટીના કર્મચારીઓ મધરાતથી એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા છે. જેના કારણે મધરાતથી જ ગુજરાત એસટી નિગમની આઠ હજાર જેટલી બસોના પૈડા થંભી ગયા છે. પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જેના કારણે એસટી બસોની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. અંદાજે 25 લાખ જેટલા મુસાફરોને આ હડતાળની અસર થઇ છે. તો અંદાજે 12 લાખ જેટલા વિદ્યાર્થીઓને પણ અસર પહોંચી છે. બાર લાખમાંથી નવ લાખ પાસ ધારકો છે. એક દિવસની હડતાળને કારણે એસટી નિગમને સાત કરોડનો ફટકો પડશે. નોંધનીય છેકે આ હડતાળને લઇને મોડી રાત્રે એસટી નિગમના MD અને યુનિયન વચ્ચે બેઠક યોજાઇ હતી.જે બેઠક નિષ્ફળ રહી હતી અને કર્મચારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા હતા.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી