રાજ્યભરમાં ઠંડીનો માહોલ, ધ્રુજાવી દેતી ટાઢનો લોકોએ કર્યો અનુભવ

રાજ્યભરમાં ઠંડીનો માહોલ જામ્યો છે અને અમદાવાદમાં પણ આજે લોકો ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સવારના સમયે ભેજના ૫૦ ટકાથી વધુ પ્રમાણના કારણે ધ્રુજાવી દેતી ટાઢનો અનુભવ લોકોએ કર્યો. ગીરનારમાં પારો ૬ સેલ્સીયસ સુધી નીચે ઉતરી જતા આ પર્વતીય વિસ્તારમાં હાડ થિજાવતી ઠંડીનો દોર શરુ થયો.

આજે પણ કોલ્ડવેવની અને તાપમાન હજુ વધુ ઘટે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. લોકો ગરમ વસ્ત્રો પહેરીને નીકળતા નજરે પડ્યા હતા. સવારે ભેજનું પ્રમાણ ૫૦ ટકા ઉપર હોવાથી તીવ્ર ટાઢનો અનુભવ થયો છે.

હવામાન ખાતાના સૂત્રો અનુસાર આજે ખાસ કરીને રાજકોટ, મોરબી, કચ્છ પંથકમાં કોલ્ડવેવ ફરી વળવાની આગાહી છે અને એકંદરે તાપમાનનો પારો વધુ ૨ સે.નીચે ઉતરે અને કેટલાક સ્થળોએ તે સીંગલ ડીજીટમાં નોંધાવાની શક્યતા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter