ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા બપોરે ૩ વાગ્યે આપના વધુ 10 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરશે.

આમ આદમી પાર્ટી 2022ના અંતે યોજાનારી સંભવિત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા માટે મોટાપાયે તૈયારીઓ કરી રહી છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓના ગુજરાતના આંટાફેરા વધ્યા છે.
અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ 3 યાદીમાં 29 ઉમેદવારની જાહેરાત કરી ચૂકી છે. આજે વધુ 10 ઉમેદવારોના નામ 3 કલાકે ગોપાલ ઈટાલિયા જાહેર કરશે.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી