GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ભાજપનો ભરતી મેળો / કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા આપને મોટો ફટકો, 1500થી વધુ કાર્યકરો-હોદ્દેદારો કેસરિયા ધારણ કર્યો

આપ

પંજાબમાં મળેલી ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી (આપ)ની ગુજરાત તરફ નજર છે. તેને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાત પ્રવાસે આવવાના છે. જોકે તેમના પ્રવાસ પહેલા આપને મોટો ઝાટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના 1500થી વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ કેસરિયો ધારણ કર્યો છે. કમલમ કાર્યલય ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં આપના કાર્યકરો અને હોદ્દેદારો ભાજપમાં સામેલ થયા.

આપ

ભાજપમાં સામેલ થયેલા કાર્યકરોને લઈ આપની પ્રતિક્રિયા સામે આવી છે. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે 1 હજાર 500થી વધારે કાર્યકરો ભાજપમાં સામેલ થવાની વાત અફવા છે. જે આગેવાનો ભાજપમાં સામેલ થયા છે, તેઓ સસ્પેન્ડેડ કે સાઈડલાઈન કરાયેલા છે. કેટલાક લોકો ગત સપ્ટેમ્બર 2021માં સસ્પેન્ડ કરાયા હતા, જ્યારે કેટલાક લોકો ભાજપના ઈશારે કામ કરતા હતા, તેવો આરોપ ગુજરાત આમ આદમી પાર્ટીએ લગાવ્યો છે.

આપ

મહત્વનું છે કે આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. તેને લઈ આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગઈ છે. પંજાબમાં મળેલી ભવ્ય જીત બાદ કેજરીવાલની આપ અન્ય રાજ્યોમાં પણ પગ પેસારો કરવા માગે છે. તેને લઈ આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાત પ્રવાસે આવવાના છે. અહીં તેઓ આપના નેતાઓ અને કાર્યકરો સાથે મુલાકાત કરશે અને આગામી ચૂંટણીને લઈ માર્ગદર્શન આપશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV