GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

અરબી સમુદ્રમાં બની રહ્યું છે સાયક્લોન : આ તારીખે વરસશે ભારે વરસાદ પણ ડર છે કે ચોમાસું ખેંચાઈ જશે

દેશમાં કોરોનાની આફત વચ્ચે કુદરતી કહેર પણ ચાલુ જ છે. ગુજરાતમાં 3 જૂનની આસપાસ જોરદાર વરસાદ પડવાની આગાહી છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને પરિણામે કુદરતી ઉથલપાથલ ચાલુ જ છે. ભારતમાં વાવાઝોડાનું નામ લોકોના મોઢે સુકાયું નથી ત્યાં બીજું નવું વાવાઝોડું તૈયાર થઈ રહ્યું છે. 13 મેના રોજ હવામાન વિભાગે અમ્ફાન વાવાઝોડાની આગાહી આપી હતી. આ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તબાહી બોલાવી દીધી છે. તે વચ્ચે હવે ગુજરાત માટે માઠા સમાચાર લઈને આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતના અરબી સમુદ્રમાં એક નવી સાઈક્લોન પેટર્ન બની રહી છે. જે તૈયાર થતાં ગુજરાત સહિતના વિસ્તારમાં મુશ્કેલી પેદા કરી શકે છે. આ સિસ્ટમ હજુ તૈયાર થઈ રહી છે. પરંતુ જો અને તો વચ્ચે અટકેલી છે. જો આ સિસ્ટમ ભારતીય દરિયા કિનારાની વધુ નજીકથી પસાર થશે તો ચોમાસુ ડિસ્ટર્બ  કરી શકે છે. આ સાઈક્લોન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં 3 જૂન આસપાસ અસર કરશે. ચક્રવાત જૂનના પ્રથમ અઠવાડિયા દરમિયાન કોઈ પણ સમયે પશ્ચિમ ભારતના ભાગોને ધમરોળી શકે છે. આવનારા સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ પૂર્વીય સાઈક્લોનિક પેટર્ન મુજબ લો પ્રેશર સર્જાતા ડિપ્રેશનમાં ફેરવાઈને 3 જૂન આસપાસ ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તાર વચ્ચે અથડાતા જૂનની શરૂઆતમાં ભારે વરસાદ પડી શકે છે. અને ચોમાસુ ભેજને ખેંચી જતાં ચોમાસું મોડું બેસવાની શક્યતાને પણ નકારી શકાય નહીં. ગયા વર્ષે વાયુ વાવાઝાડોએ ગુજરાતમાં ચોમાસું મોડું  બેઠું હતું.

25 મેના રોજ આ પ્રકારે છે સ્થિતિ

ગુજરાતમાં ચોમાસુ સિસ્ટમને કરશે ડિસ્ટર્બ

મેના અંતિમ સપ્તાહમાં ઉનાળો રહેશે વધુ આકરો હાલમાં મે માસના અંતિમ સપ્તાહમાં ગરમીનો પારો ઊંચો જતા ઉનાળો વધુ આકરો બને તેવી હવામાન વિભાગની આાગાહી વચ્ચે અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા ઊભી થઈ છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, દિલ્લી, હરિયાણા સહિતના રાજ્યોમાં હિટવેટની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રની સિસ્ટમના કારણે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ સિસ્ટમના કારણે મહારાષ્ટ્રમાં 30-3 1મે આસપાસ અને ગુજરાતમાં 3 જૂન આસપાસ પ્રિમોન્સૂન વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે.

આવી સ્થિતિ પણ રહી શકે

શકયતા નંબર -1:- સૌરાષ્ટ્ર કચ્છ નજીક દરીયાઇ વિસ્તાર માંથી પસાર થાય
શક્યતા નંબર-2:- સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત ના વિસ્તાર પર આવવાની શક્યતા 70% સેવાઇ રહી છે.

1 જૂનના રોજ આ પ્રકારે હશે સાયક્લોન સક્રિય થશે

ચોમાસુ વધુ 20 દિવસ મોડું જશે

અરબી સમુદ્રમાં હાલમાં સિસ્ટમ તૈયાર થઈ ગઈ નથી. પરંતુ સિસ્ટમ તૈયાર થયા પછી પણ ગુજરાતના દરિયાકાંઠા પછી ઓમાન તરફ ફંટાવાના ચાન્સ વધારે છે.

2 જૂનના રોજ મહારાષ્ટ્રની આસપાસ ભારે વરસાદ પડશે

જો આ સિસ્ટમ ભારતીય દરિયા કિનારાની વધુ નજીકથી પસાર થશે તો ચોમાસુ ડિસ્ટર્બ  કરી શકે છે. ગયા વર્ષે વાયુ વાવાઝોડાને લઈને ચોમાસુ ડિસ્ટર્બ થયું હતું. અને મોડું રહ્યું હતું. તે જ પ્રમાણે આ સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાત તરફ આવતા ભેજવાળા પવનો અને વાદળો ખેંચી જશે તો ચોમાસુ વધુ 20 દિવસ મોડું જશે. હાલની સ્થિતિએ ગુજરાતમાં ચોમાસુ 25 જૂન આસપાસ વરસાદની શક્યતાઓ છે. જો સિસ્ટમ સક્રિય થઈ તો ચોમાસુ મોડું જશે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!