GSTV

કોણ જવાબદાર! / ગુજરાત માટે સૌથી ચિંતાજનક બાબત, છેલ્લાં ૩ વર્ષમાં 10,211 યુવાનો કરી ચૂક્યાં છે આત્મહત્યા

Last Updated on August 2, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતના યુવાનોમાં આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૩ વર્ષમાં ૧૦૨૧૧ યુવાનો આત્મહત્યા કરી ચૂક્યા છે. આમ, પ્રત્યેક દિવસે દરરોજ સરેરાશ ૯ યુવાનો આત્મહત્યા કરે છે.વધુ ચિંતાની વાત એ પણ છે કે હજુ યુવાનીના ઉંબરે પગ જ મૂક્યો હોય તેવી વયમાં પણ આત્મહત્યા કરવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા ૩ વર્ષમાં ૧૪થી ૧૮ની વયજૂથના ૧૩૭૨ યુવાનો આત્મહત્યા કરી ચૂક્યાં છે.

suicide

૨૦૧૯માં ૩૪૪૯ યુવાનોએ આત્મહત્યા કરી હતી

ગુજરાતમાંથી ૨૦૧૭માં ૧૪થી ૩૦ની વયજૂથના ૩૨૭૪ યુવાનોએ આત્મહત્યા કરી હતી. જેમાં ૧૯૧૪ પુરુષ અને ૧૩૬૦ મહિલાઓનો સમાવેશ થાય છે. ૨૦૧૮માં યુવાનોમાં આત્મહત્યાના પ્રમાણમાં સાધારણ વધારો જોવા મળ્યો હતો. જેમાં ૨૧૨૫ પુરુષ અને ૧૩૬૩ મહિલાનો સમાવેશ થાય છે. આ સ્થિતિએ ૨૦૧૭ કરતાં ૨૦૧૮માં યુવાનોમાં આત્મહત્યાના પ્રમાણમાં ૧૦% જેટલો વધારો નોંધાયો હતો. ૨૦૧૯માં ૨૦૭૮ પુરુષ અને ૧૩૭૧ મહિલાનો સમાવેશ થાય છે. આમ, ૨૦૧૯માં ૩૪૪૯ યુવાનોએ આત્મહત્યા કરી હતી.

૨૦૧૭ના વર્ષમાં ૧૮થી ૩૦ની વયજૂથમાં સૌથી વધુ યુવાનોએ આત્મહત્યા કરી હોય તેમાં ગુજરાત ૧૭૩૩ સાથે છઠ્ઠો ક્રમ ધરાવે છે. આ યાદીમાં મહારાષ્ટ્ર ૩૭૪૨ સાથે મોખરે, તામિલનાડુ ૨૭૨૮ સાથે બીજા, પશ્ચિમ બંગાળ ૨૨૭૩ સાથે ત્રીજા, મધ્ય પ્રદેશ ૨૦૬૯ સાથે ચોથા સ્થાને છે. ૧૪થી ૧૮ની વયજૂથમાં આત્મહત્યા માટે મોટાભાગના કિસ્સાઓમાં પરીક્ષામાં નિષ્ફળતા, પારિવારિક સમસ્યા, પ્રેમ પ્રકરણ જ નહીં આર્થિક દેવું, લગ્નમાં વિલંબ, દહેજ, લગ્નેતર સંબંધ જેવા પરિબળો પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ ત્રણ વર્ષના ગાળામાં સમગ્ર દેશમાં કુલ ૧ લાખથી વધુ યુવાનોએ આત્મહત્યા કરી છે.

suicide

૧૪થી ૧૮ના યુવાનોમાં આત્મહત્યાના વધતા કિસ્સા માટે જાણકારોના મતે ઉંમરનો આ એવો તબક્કો છે જેમાં કિશોર-યુવાનોમાં સહનશક્તિનો અભાવ અને જીદ્દીપણું હોય છે. અનેક કિસ્સાઓમાં નાની-નાની બાબતોમાં માઠું લાગવાના કારણે આ યુવાનો આત્મહત્યાનો માર્ગ અપનાવે છે. ૧૪થી ૧૮ની વયજૂથ ખૂબ જ નાજુક હોય છે અને તેમાં માતા-પિતાની પણ બાળકો પ્રત્યે જવાબદારી વધી જાય છે. કોઇપણ ક્ષેત્રમાં નિષ્ફળતા મળે તો તેનાથી જીવનનો અંત લાવવો તે વિકલ્પ છે જ નહીં તેવું આ યુવાનોને સતત કાઉન્સિલિંગ કરવાની જરૂર છે.

DEATH

ગુજરાતના યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ

2017

વયજૂથપુરૂષમહિલાટ્રાન્સજેન્ડર
૧૪થી ૧૮૧૮૧૨૭૧00
૧૮થી ૩૦૧૭૩૩૧૦૮૯00
suicide

2018

વયજૂથપુરૂષમહિલાટ્રાન્સજેન્ડર
૧૪થી ૧૮૧૮૬૨૯૫00
૧૮થી ૩૦૧૯૩૯૧૦૬૮00

2019

વયજૂથપુરૂષમહિલાટ્રાન્સજેન્ડર
૧૪થી ૧૮૧૪૧૨૯૮00
૧૮થી ૩૦૧૯૩૭૧૦૭૩01

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ વખત વિધાનસભા સત્રની કાર્યવાહીમાં આપશે હાજરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!