GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

રાજ્યમાં 74 IPS અધિકારીઓની થઈ બદલી, 12 આઈપીએસ ઓફિસરને મળ્યુ પ્રમોશન

રાજ્યમાં IPS અધિકારીઓમાં મોટા પાયે બદલી થઈ છે. અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયા રાજ્યના નવા ડીજીપી બનતા સંજય શ્રીવાસ્તવને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર બનાવાયા છે.. સંજય શ્રીવાસ્તવ 1987ની બેચના IPS અધિકારી છે અને હાલમાં તેઓ સીઆઈડી ક્રાઈમના વડા તરીકે ફરજ બજાવતા હતા. સંજય શ્રીવાસ્તવ અમદાવાદના 35મા પોલીસ કમિશ્નર તરીકે નીમાયા છે. તાજેતરમાં જ તેમને DG તરીકેનું પ્રમોશન પણ મળ્યું છે.

સંજય શ્રીવાસ્તવ અમદાવાદના 35મા પોલીસ કમિશ્નર તરીકે નીમાયા

રાજ્યના 74 આઈપીએસની બદલી કરવામાં આવી છે. જ્યારે 12 આઈપીએસ ઓફિસરને ડીઆઈજી તરીકે પ્રમોશન અપાયું છે. ટી.એસ બિષ્ટને સીઆઈડી ક્રાઈના ડીજી બનાવાયા છે. આશિષ ભાટીયા રાજ્યના નવા ડીજીપી બનતા સંજય શ્રીવાસ્તવને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર બનાવાયા છે, તો આર.બી બ્રહ્મભટ્ટને વડોદરાના કમિશનર બનાવાય છે. શમશેરસિંહને ગાંધીનગરના એડજીપી બનાવાયા છે. અજય તોમર હવે સુરતના કમિશનર તરીકે ચાર્જ સંભાળશે. અમિત કુમાર વિશ્વકર્માને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં જોઈન્ટ કમિશનર ઓફ પોલિસ બનાવાયા છે. ત્યારે આ તરફ ગાંધીનગર રેન્જના નવા આઇજી તરીકેની જવાબદારી એડી ચુડાસમા સંભાળશે. જ્યારે અનુપમસિંહ ગેહલોતને  આઈજીપી ઈંટલીજન્સનો ચાર્જ સોંપાયો છે

IPS અધિકારીઓની બદલી

  • સંજય શ્રીવાસ્તવ – અમદાવાદ પોલીસ કમિશનર
  • અજય તોમર – સુરત પોલીસ કમિશનર
  • આર.બી.બ્રહ્મભટ્ટ- વડોદરા પોલીસ કમિશનર
  • ટી.એસ.બિસ્ટ – સીઆઈડી ક્રાઈમના ડીજી
  • અમિતકુમાર વિશ્વકર્મા અમદાવાદ ક્રાઈમના જેસીપી
  • અનુપમસિંહ ગેહલોત આઈજી ઈન્ટેલિજન્સ
  • ડા.શમશેરસિંગ એેડીજીપી ગાંધીનગર
  • નિરજા ગોત્રુ રાવ સ્ટેટ મોનિટરિંગ સેલનો વધારાનો ચાર્જ

74 આઈપીએસની બદલી કરવામાં આવી

સંજય શ્રીવાસ્તવ

  • હાલમાં સીઆઈડી ક્રાઈમના ડીજી
  • ૧૯૮૭ બેંચના આઈપીએસ અધિકારી
  • અમદાવાદમાં ઝોન-૧,૨,૩ અને પાંચમાં ડીસીપી રહ્યા
  • લો એન્ડ ઓર્ડરના એડિશનલ ડીજી તરીકે આપી સેવા
  • ટેક્નકલ સર્વિસમાં પણ એડિશનલ ડીજી રહ્યા
  • સુરતના જાઈન્ટ સીપી હતા ત્યારે સેફ સુરત વેલ્ફેર ફંડથી સીસીટીવીનો પ્રોજેGટ લાવ્યા
  • લો પ્રોફાઈલ ધરાવનાર અધિકારી
  • કાયદાની આંટીઘુટીના જાણકાર
  • કચ્છમાં આવેલી કે.ડી.સી.સી બેંક લોન કૌભાડમાં ૨૬ આરોપીઓ સામે ગુના કર્યા હતા દાખલ

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!