ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર આવી છે. જેમાં રાજ્યના ખેડૂતોને પાક નુકશાનમાં રાહત આપવા મુખ્યમંત્રી નવી સહાય યોજનાની જાહેરાત કરવાના છે. ઉલ્લેખનીય છે કે જેમાં ખરીફ પાકના નુકશાનીના કિસ્સામાં હેક્ટર દીઠ રૂપિયા 20 હજારથી વધુ વળતર આપવાની જોગવાઈ કરાઈ છે. 50 ટકા સુધી અને તેનાથી વધુ નુકશાન થયું હોય તેના માટે અલગ-અલગ જરૂરી વળતર ચૂકવવામાં આવશે.
સરકારે વધારી દીધી સહાય

કુદરતી આફતો જેવીકે દુષ્કાળ પડવો, અતિવૃષ્ટી, અનાવૃષ્ટી, કમોસમી વરસાદ, કરા સાથે વરસાદ પડવો
કુદરતી આફતો જેવીકે દુષ્કાળ પડવો, અતિવૃષ્ટી, અનાવૃષ્ટી, કમોસમી વરસાદ, કરા સાથે વરસાદ પડવો તેવી કુદરતી આપદાઓથી પાકને બહોળા પ્રમાણમાં નુકશાન થાય છે. ત્યારે આવી કપરી પરિસ્થિતીમાં SDRFના નિયમ અંતર્ગત વધારેમાં વધારે બે હેક્ટરની મર્યાદામાં રૂ 6,70 થી 13,500 સુધીની સહાય ચુકવાવામાં આવે છે.

જ્યારે સરકાર દ્વારા નવી જાહેર થનારી યોજનામાં આ વધીને ચાર હેક્ટર તેમજ હેક્ટર દીઠ રાહતનું ધોરણ 20 હજારથી વધારે જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ નવી યોજનાનો આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. જેના અંતર્ગત ગત રોજ એટલેકે રવિવારે પણ પાટનગરમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની કચેરીઓ સતત ધમધમતી રહી હતી.
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની કચેરીઓ સતત ધમધમતી રહી

જ્યારે આ મામલે ઉચ્ચકક્ષાના અધિકારીઓના જણાવ્યા મુજબ આ યોજના એ પાક વીમા યોજનાના વિકલ્પમાં નિર્માણ કરવામાં આવ્યું છે. આ યોજનામાં 30થી 50 ટકા સુધી પાકની નુકશાની અને 50 ટકાથી વધુ બન્નેને આ યોજનામાં આવરી લેવામાં આવ્યું છે. બન્ને તબક્કામાં નુકશાનમાં વળતર આપવાનો સિદ્ધાંત પણ અપનાવામાં આવ્યો છે. આ યોજનાને સરકારના મહેસૂલ વિભાગના રાહત આપત્તિ નિયમકમાં સમાવેશ નહી કરવામાં આવે, જ્યારે આ યોજનાને ખેત નિયામકનાં અતર્ગંતમાં અમલમાં મૂકવામાં આવશે.
નુકશાનમાં વળતર આપવાનો સિદ્ધાંત પણ અપનાવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે નવી ખેતી નુકશાન રાહત સહાય યોજનામાં આમ જોવા જઈએ તો એક રીતે SDRFના નિયમોને આધારે ખેતી-પાકની નુકશાનીમાં જગતના તાતને મળવા પાત્ર રાહતની સાથે સાથે ગુજરાત સરકાર પોતાના બજેટમાંથી પણ વધારાની રાહત આપશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાક વીમા મામલે સરકાર સામે અને વીમા કંપનીઓ સામે લડત આપી રહ્યા હતા. ત્યારે આ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2019માં ઓક્ટોમ્બર-નવેમ્બરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ઉભા પાકને બહોળા પ્રમાણમાં નુકશાન થયું હતું, ત્યારે રાજ્ય સરકારે જગતના તાતને સહાય મળી રહે તે માટે રૂપિયા 3796 કરોડનું મસ મોટું સહાય પેકેજ જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકારે પોતાના બજેટમાંથી વધારાની સહાય પર આધારીત હતું.
READ ALSO
- ફટકો/ રશિયામાં ભારતીય ઓઈલ કંપનીઓના 1 હજાર કરોડ રૂપિયા ફસાયા, આ કારણે કંપનીઓની ડિવિડન્ડસની આવક અટકી
- અમેરિકન રેટિંગ એજન્સીનો દાવો, હિંસાને કારણે શ્રીલંકાની વીમા કંપનીને રૂ. 100 કરોડની ખોટ
- ચોંકાવનારું! માત્ર ચાર દિવસમાં બીજો બનાવ , મેયર બાદ અમદાવાદના મ્યુનિ. કમિશનરના નામે ગ્રુપમાં અભદ્ર મેસેજ
- IT વિભાગનું એક્શન! એશિયન ગ્રેનિટોના દરોડામાં ૨૦ કરોડની રોકડ ઝડપાઈ, વધુ ૧૩ લોકર મળી આવ્યા
- Bank Holidays/ જૂન મહિનામાં 12 દિવસ બંધ રહેશે બેંકો, બેંકિંગ સંબંધિત કામ અટકી ન જાય માટે જાણી લો રજાઓનું લિસ્ટ