GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ગુજરાત માટે સૌથી સારા સમાચાર, છેલ્લા 24 કલાકમાં 40 લોકોએ Coronaને આપ્યો પરાજય

Corona

ગુજરાત માટે આજે સૌથી સારી બાબત એ છે કે કોરોના (Corona)ને મ્હાત આપી સાજા થઈ ડિસ્ચાર્જ થનારાનો આંક અત્યાર સુધીના આંકમાંસૌથી ઊંચો છે. રાજ્યમાં આજે સૌથી વધુ લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. ગુજરાતમાં આજે સવારે 5 અને સાંજે 35 મળી કુલ 40 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 229 કેસ નોધાતા કુલ પોઝીટીવ સંખ્યા 2407 થઈ છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 179 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.

40 લોકોએ કોરોનાને આપ્યો પરાજય

રાજ્યમાં અત્યાર સુધી ડિસ્ચાર્જ થયેલા લોકોમાં આજે સૌથી વધારે લોકો એટલે કે 40 જણાએ કોરોના (Corona)ને હરાવવામાં સફળતા મેળવી છે. અત્યાર સુધી કુલ ડિસ્ચાર્જ થયેલા લોકોમાં સૌથી વધુ 22 ટકા ડિસ્ચાર્જ આજે થયા છે ગઈ કાલે પણ 19 લોકો સાજા થયા હતા. આમ છેલ્લા બે દિવસમાં કોરોનાને હરાવનારા લોકોની સંખ્યામાં વધારો થવો એ ગુજરાત માટે પોઝીટીવ બાબત કહી શકાય. ગઈકાલ કરતાં પોઝીટવ કેસોની સંખ્યા પણ 10 જેટલી ઓછી છે.

આજે વધુ 13નાં મોત

અમદાવાદનો કુલ આંક 1501 પર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે વધુ 13 લોકોના મોત થતાં કોરોનાને લઈને મોતનો આંક પણ 103 થયો છે. સુરતમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 415 થઈ ગઈ છે. સુરતમાં સવારે 17 કેસ નોંધાયા બાદ સાંજે વધુ 51 કેસ નોંધાતા કુલ કોરોના સંક્રમણનો આંક પણ વધી ગયો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 68 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસો હવે 2407 થઈ ગયો છે. અમદાવાદમાં કોરોના પોઝીટીવ આંક સતત વધી રહ્યો છે.

રિકવરી દર વધ્યો

ગુજરાતમાં રિકવરી દર વધ્યો તે રાજ્ય માટે સારી બાબત કહી શકાય. ગુજરાતમાં અત્યાર સુધી મોતનો દર વધતો હતો પરંતુ રિકવરી દરમાં કોઈ સુધારો આવતો નહોતો પરંતુ છેલ્લા 24 કલાકમાં 40 લોકો સાજા થતાં મેડિકલ ડિપાર્ટમેન્ટ માટે પણ એક મહત્ત્વની સિદ્ધિ કહી શકાય. રાજ્યમાં અત્યાર સુધી થયેલી રિકવરીમાં છેલ્લા 24 કલાકમાં 22 ટકા લોકો સાજા થયા છે.

READ ALSO

Related posts

સીતારમન હટશે: દેશમાં મોદી સરકારમાં આ બની શકે છે નવા નાણામંત્રી, જાણીતા છે બેંકર

Mansi Patel

આ માર્કેટ યાર્ડમાં હજારોની સંખ્યામાં ડુંગળીની બોરી પલળી જતા લાખોનું નુકસાન

Nilesh Jethva

રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત, ખરીફ સિઝન માટે આ તારીખથી મળશે નર્મદાનું પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!