GSTV

BIG NEWS: ચાર મહાનગરોમાં ફરીથી રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ, આ તારીખ સુધી રહેશે અમલમાં

કર્ફ્યૂ

Last Updated on March 16, 2021 by Karan

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021 થી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
રાત્રિ કરફ્યુ ની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરો માં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુ ના સમયની અગાઉ ની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

કર્ફ્યૂ

રાત્રિ કર્ફ્યૂ અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે શું કહ્યું?

DyCM નીતિન પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને સૂચના આપવામાં આવી છે. કમિશનરને યોગ્ય નિર્ણય લેવા છૂટ અપાઇ છે અને જરૂરી પગલાં લેવા માટે પણ છૂટ અપાઇ છે. DyCM નીતિન પટેલ વધુમાં જણાવ્યું હતુ કે, આજે રાત્રિ કરફ્યુ અંગે નિર્ણય લેવામાં આવશે. અન્ય પગલાં લેવા મુદ્દે પણ આજે ચર્ચા કરાશે. કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી.

કોરોના

ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં વધ્યો કોરોનાનો વ્યાપ

દેશમાં એકવાર ફરીથી કોરોના (ગુજરાત કોરોના અપડેટ) ના કેસોમાં ઝડપથી વધારો છે. કેટલાક રાજ્યોમાં ચેપની તેજી બીજા રાજ્યોની તુલનામાં ખૂબ જ વધારે છે. આ રાજ્યોમાં ગુજરાત પણ શામેલ છે. ગુજરાતમાં કોરોના કેસોમાં વધારો ખૂબ જ ઝડપી છે. આમથી લઈને ખાસ લોકો પણ આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે. કેબિનેટ મંત્રી ઇશ્વર પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. મંત્રી ઈશ્વર પટેલે 13 માર્ચના રોજ વેક્સિનનનો પહેલો ડોઝ લીધો હતો. તબીબોના જણાવ્યા અનુસાર વેક્સિનનના ડોઝની અસર રસી લીધાના 14 દિવસ બાદ થાય છે. 14 દિવસ સુધી સાવચેતી રાખવી એ જરૂરી છે.

ગુજરાતમાં રસી લીધાના બીજા દિવસે જ રૂપાણી સરકારના કેબિનેટ મંત્રી આવ્યા કોરોના પોઝિટીવ,

ઈશ્વર પટેલને 2 દિવસથી કોરોનાના લક્ષણો દેખાઈ રહ્યાં છે. જેમને ટેસ્ટ કરાયો તો તેઓ પોઝિટીવ નીકળ્યા. જોકે, એમને કોરોનાના સામાન્ય લક્ષણો છે. હાલમાં તેઓ અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ થયા છે. સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોનું પ્રમાણ ઘટાડવા માટે તંત્ર દ્વારા ટેસ્ટની કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે બહારગામથી સુરત પરત ફરતા મુસાફરોના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ પર ટેસ્ટિંગ ની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે કેટલાક સ્થળે કોરોના ટેસ્ટિંગ ની કામગીરી માત્ર દેખાડા પૂરતી જોવા મળી રહી છે. સુરત એસટી ડેપો પર અમદાવાદ, વડોદરા અને લાંબા અંતરેથી આવતી બસના મુસાફરોના કોરોના ટેસ્ટિંગ કરવામાં પાલિકાના અધિકારીઓ આળસ બતાવી રહ્યા છે. જીએસટીવીની ટીમ સુરત એસટી ડેપો પર પહોંચી ત્યારે પાલિકા સ્ટાફ માત્ર ખુરશી પર આરામ ફરમાવી રહ્યા હતો. જો કે કેમેરો જોતા જ પાલીકા સ્ટાફે બસોમાંથી ઉતરતા મુસાફરોને બોલાવી ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી હતી.

કોરોના

રાજ્યમાં ગત 24 કલાકમાં આટલા કોરોના કેસ નોંધાયા

ગુજરાતમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે જેમાં છેલ્લા 24 કલાકમાં 890 કેસ નોંધાયા છે. તો 594 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 2 લાખ 69 હજાર 955 દર્દીઓ સાજા થયા છે તો છેલ્લા 24 કલાકમાં સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. જેના કારણે કુલ 4425 દર્દીઓના આજદિન સુધી કોરોનાના કારણે મોત થઇ ચૂક્યા છે. તો રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો થતા એક્ટિવ કેસની સંખ્યા 4717 પર પહોંચી ગઇ છે તો 56 દર્દીઓની હાલત નાજુક હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 209, સુરતમાં 262, વડોદરામાં 93 અને રાજકોટમાં 95 નવા કેસ નોંધાયા છે.

કોરોના

દેશભરમાં કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આશરે ત્રણ મહિના બાદ ભારતમાં કોરોના વાઇરસના નવા 26,291 કેસો સામે આવ્યા છે. 85 દિવસમાં દૈનિક કેસોમાં સૌથી મોટો ઉછાળો છે. જેને પગલે રાજ્યોને સતર્ક રહેવાની ચેતવણી અપાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે આગામી બુધવારે બેઠક યોજી ચર્ચા કરશે. ભારતમાં 78 ટકા કેસ માત્ર પાંચ રાજ્યોના છે મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુના છે. જ્યારે છ રાજ્યો કે જ્યાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યાં દરરોજના 400થી વધુ કેસ સામે આવી રહ્યા છે.

આ રાજ્યોમાં કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, દિલ્હી તેમજ હરિયાણાનો સમાવેશ થાય છે. જ્યારે 24 કલાકમાં 118 લોકોના મોત નિપજ્યા છે જેમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. જ્યારે તેલંગાણાની એક સ્કૂલમાં 12 શિક્ષકોને કોરોના વાઇરસ થયો જેને પગલે સ્કૂલના બધા સ્ટાફનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતું.બીજી તરફ પંજાબના જાલંધર, નવાશહર અને શાહપુરમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેન મળ્યા છે. જે સાથે જ 8 જિલ્લાઓમાં નાઇટ કરફ્યૂ પણ લાગુ કરવામાં આવ્યો છે.

Read Also

Related posts

ગુજરાતમાં જુલાઇ મહિના દરમિયાન કોરોનાની ગતિ મંદ પડી, સતત ૧૩ દિવસથી એકપણ મૃત્યુ નહીં

Damini Patel

બધા નમૂના એક જ પાર્ટીમાં ભર્યા છે: ભાજપના એક મંત્રીએ વધતી મોંઘવારી માટે નહેરૂને જવાબદાર ગણાવ્યા

Pravin Makwana

BIG BREAKING / કંધાર એરપોર્ટ પર રોકેટ હુમલો, તમામ ફ્લાઇટો તત્કાલિક ધોરણે કરાઇ રદ્દ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!