GSTV

ભરડો/ ગુજરાતમાં કોરોનાની આ જ ગતિ રહી તો મહારાષ્ટ્ર પણ છૂટી જશે પાછળ: દર કલાકે સરેરાશ ૩૭૨ નવા કેસ,૧થી વધુના મોત

કોરોના

Last Updated on April 17, 2021 by Bansari

કોરોના વાયરસ એક અજગરની જેમ ગુજરાત ફરતે પોતાનો ભરડો દિવસેને દિવસે વધારી રહ્યો છે. સતત ૧૭માં દિવસે કોરોના વાયરસે નવી સપાટી વટાવતાં વધુ ૮,૯૨૦ નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદ, સુરતમાં ૨૬-૨૬ સહિત રાજ્યભરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૪ વ્યક્તિને કોરોના ભરખી ગયો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૮૪,૬૮૮ જ્યારે કુલ મરણાંક ૫,૧૭૦ છે. આ પૈકી એપ્રિલના ૧૬ દિવસમાં જ ૭૬,૯૯૦ કેસ નોંધાયા છે જ્યારે ૬૫૧ના મૃત્યુ થયા છે.  હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ ૩૭૨ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક ૫૦ હજારની નજીક છે. હાલમાં ૪૯,૭૩૭ એક્ટિવ કેસ છે જ્યારે ૨૮૩ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર ૭ દિવસ અગાઉ રાજ્યમાં ૨૨,૬૯૨ એક્ટિવ કેસ હતા.

કોરોના

રાજ્યમાં સતત વધી રહ્યો છે કોરોનાનો પ્રકોપ

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૨૮૪૨-ગ્રામ્યમાં ૫૬ સાથે કુલ ૨,૮૯૮ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૯૫,૨૧૦ છે. હાલ અમદાવાદ જિલ્લામાં પ્રતિ કલાકે ૧૨૧ વ્યક્તિને કોરોના થઇ રહ્યો છે. સુરત શહેરમાં ૧૫૨૨-ગ્રામ્યમાં ૩૯૮ સાથે ૧,૯૨૦ નવા કેસ નોંધાયા છે. કુલ કેસનો આંક હવે સુરતમાં ૮૩,૨૯૧ છે. રાજકોટ અને વડોદરામાં પણ કોરોનાનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. રાજકોટ શહેરમાં ૭૦૭-ગ્રામ્યમાં ૫૨ સાથે ૭૫૯, વડોદરા શહેરમાં ૪૨૯-ગ્રામ્યમાં ૧૭૧ સાથે ૬૦૦ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં મહેસાણામાં ૩૩૦, જામનગર શહેરમાં ૧૯૨-ગ્રામ્યમાં ૧૨૨ સાથે ૩૧૪, ભાવનગર શહેરમાં ૧૧૨-ગ્રામ્યમાં ૮૫ સાથે ૧૯૭, ભરૃચમાં ૧૭૩,ગાંધીનગર ગ્રામ્યમાં ૭૫-શહેરમાં ૬૭ સાથે ૧૪૨, જુનાગઢ શહેરમાં ૭૪-ગ્રામ્યમાં ૬૧ સાથે ૧૩૫, પાટણમાં ૧૨૫, નવસારીમાં ૧૧૭, બનાસકાંઠામાં ૧૧૦, અમરેલીમાં ૯૨, દાહોદમાં ૯૧, કચ્છમાં ૮૯, આણંદમાં ૮૧, પંચમહાલમાં ૭૯, તાપીમાં ૭૮, સુરેન્દ્રનગરમાં ૬૯, નર્મદામાં ૬૭, સાબરકાંઠામાં ૬૬, મહીસાગરમાં ૬૨ કેસનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

કોરોના

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી ૨૬-૨૬, રાજકોટમાંથી ૧૩, વડોદરામાંથી ૯, જામનગર-મોરબીમાંથી ૪, સુરેન્દ્રનગરમાંથી ૩, ડાંગ-સાબરકાંઠામાંથી ૨, દેવભૂમિ દ્વારકા-મહીસાગર-મહેસાણા-પંચમહાલ-વલસાડમાંથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨૫૬૮-સુરતમાં ૧૨૪૩, વડોદરામાં ૩૦૯, રાજકોટમાં ૨૭૯, ગાંધીનગરમાં ૧૧૮ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૫૨૮, સુરતમાં૮૧૫, વડોદરામાં ૩૯૩, રાજકોટમાં૪૩૫ એમ રાજ્યભરમાંથી વધુ ૩૩૮૭ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૩,૨૯,૭૮૧ દર્દી સાજા થયા છે અને રીક્વરી રેટ ૮૫.૭૩% છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૬૦,૯૭૫ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૧.૫૬ કરોડ છે. રાજ્યમાં હાલ ૨,૨૩,૦૪૭ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ-મૃત્યુ?

જિલ્લો             કેસ     મૃત્યુ    એક્ટિવ કેસ

અમદાવાદ     ૨,૮૯૮     ૨૬     ૧૫,૪૯૬

સુરત         ૧,૯૨૦      ૨૬     ૧૦,૦૭૩

રાજકોટ        ૭૫૯       ૧૩       ૪,૬૫૨

વડોદરા        ૬૦૦      ૦૯        ૪,૪૯૮

મહેસાણા        ૩૩૦     ૦૧        ૧,૪૨૨

જામનગર      ૩૧૪       ૦૪      ૧,૬૯૨

ભાવનગર      ૧૯૭        ૦૦     ૧,૪૧૯

ભરૃચ          ૧૭૩      ૦૦        ૭૫૨

ગાંધીનગર      ૧૪૨   ૦૦     ૮૧૨

જુનાગઢ        ૧૩૫   ૦૦     ૭૨૪

પાટણ  ૧૨૫   ૦૦     ૯૯૨

(*મોરબીમાંથી ૪, સુરેન્દ્રનગરમાંથી ૩, ડાંગ-સાબરકાંઠામાંથી ૨, દેવભૂમિ દ્વારકા-મહીસાગર-પંચમહાલ-વલસાડમાંથી ૧-૧ના મૃત્યુ.)

Read Also

Related posts

Breaking / નિવૃત્તિ પહેલા રાકેશ અસ્થાનાને મોદી સરકારની મોટી ભેટ, દિલ્હી પોલીસના કમિશનર બન્યા ગુજરાત કેડરના IPS

Zainul Ansari

વડાપ્રધાન મોદીને બંગાળના મુખ્યમંત્રી મળ્યા મમતા બેનર્જી, પેગાસસ પર સર્વપક્ષીય પરિષદ બોલાવવાની કરી માંગ

pratik shah

નવું સંકટ: અમેરિકામાં નવી બીમારીનો ખતરો વધ્યો અનેક લોકો થયા સંક્રમિત: દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!