GSTV
Home » News » ગુજરાતમાં રેકોર્ડબ્રેક મતદાને સમીકરણો બદલ્યા, ભાજપ માટે નથી સારા સમાચાર

ગુજરાતમાં રેકોર્ડબ્રેક મતદાને સમીકરણો બદલ્યા, ભાજપ માટે નથી સારા સમાચાર

Gujarat BJP Congress

ગુજરાતમાં રેકોર્ડબ્રેક મતદાને બધા જ સમીકરણો બદલી નાખ્યા છે. સરેરાશ 64 ટકા મતદાનના આંકને પગલે હવે ભાજપ અને કોંગ્રેસે પોતાના ગણિતો માંડવાના શરૃ કરી દીધા છે. રૂપાણીએ મતદાન બાદ તુરંત જ પ્રેસ કોન્ફરન્સ કરી 26માંથી 26 સીટો જીતવાનો દાવો તો કરી દીધો છે પણ આ વર્ષે સ્થિતિ ટફ છે. દેશના તમામ સરવે અને આઈબીના રિપોર્ટ 5થી 6 બેઠકો કોંગ્રેસને જતો હોવાનો દાવો કરી રહી છે. દિલ્હી અને મુંબઈનું સટ્ટા બજાર પણ ભાજપને 19થી 20 બેઠકો મળે તેવી સંભાવના વ્યક્ત કરી સટ્ટો લઇ રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસના કદાવર નેતાઓ તો 15 બેઠકોના દાવાઓ કરી રહ્યા છે પણ આ અંદાજો બિલકુલ સાચા ઠરે તેવી સંભાવના નથી. સટ્ટા બજારમાં ભાજપની 19 સીટ માટે 30 પૈસા, 20 સીટ માટે 55 પૈસા અને 22 સીટ માટે 85 પૈસાનો ભાવ ખૂલ્યો છે. સટ્ટા બજાર કોંગ્રેસને 7 સીટો પર રસાકસી હોવાથી આ બેઠકો પર ભાવ લઈ રહ્યું છે. ભાજપ પણ સારી રીતે આ જાણે છે એટલે જ મોદીએ છેલ્લા તબક્કામાં અન્ય રાજ્યોને બદલે ગુજરાતમાં ફોક્સ કરી ગુજરાતમાં સભાઓ કરી છે. અમિત શાહ પણ ખુદ કબૂલી ચૂક્યા છે કે, 26માંથી 26 બેઠકો જીતવી એ અઘરી બાબત છે. ગુજરાતમાં 64 ટકા મતદાને અનેક સમીકરણો નવા રચશે એ નક્કી છે. ભાજપને સૌથી વધારે નુક્સાન અે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પડશે એ નક્કી છે. કોંગ્રેસ વિધાનસભાની દ્રષ્ટીએ તો 11 લોકસભાની બેઠક પર મજબૂત હતી પણ ઘર ફૂટે ઘર જાય તેમ કોંગ્રેસમાં બળવાખોરોને પગલે ભાજપને આ વર્ષે ફાયદો થયો છે એ પણ નક્કી છે.

દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓનો અંડર કરંટ નડશે

વાસ્તવમાં તો વહેલી સવારે મતદારોની જે લાઈન હતી અને પ્રથમ ત્રણ કલાક દરમિયાન જ ભારે મતદાન થતાં એવો અંદાજ મુક્યો હતો કે આ વખતે મતદાનની ટકાવારીમાં સાત થી આઠ ટકાનો વધારો થઇ શકે છે પરંતુ બપોરે 1 થી 4 દરમિયાન મોટાભાગના મતદાન કેન્દ્ર પર કાગડા ઉડતા હતા ભારે ગરમીને લીધે મતદાન કર્યું હતું છેલ્લી 2 કલાકમાં મતદાન થોડું વધ્યું હતું દાહોદ અને વલસાડ જેવા આદિવાસી વિસ્તારોમાં ભારે મતદાન થયું છે આ મતદાન કોની તરફેણમાં થયું છે તે કહેવું અત્યારે મુશ્કેલ છે પણ જો ભાજપની વિરુદ્ધમાં મતદાન થયું હશે તો ચોક્કસથી તે વિસ્તારોમાં પણ કોંગ્રેસ મેદાન મારી જશે.

મતદાનનો નવો રેકોર્ડ બન્યો

મતદારોએ 64% મતદાન કરીને 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 1967માં 63.77% વોટિંગ નોંધાયું હતું.  2014માં મોદી લહેર સમયે માત્ર 0.11%થી આ રેકોર્ડ તૂટતા-તૂટતા બચી ગયો. ત્યારે 63.6% મતદાન થયું હતું. 2019ના મતદાને ઈન્દિરા લહેર, રામ લહેર, અટલ-મોદી લહેરના દરેક કીર્તિમાન તોડી નાંખ્યા. સૌથી વધુ 74.9% મતદાન વલસાડમાં જ્યારે સૌથી ઓછું 55.73% મતદાન અમરેલીમાં થયું. અમિત શાહની ગાંધીનગર બેઠક પર 64.95% મતદાન થયું. આ મતદાન સાથે જ ગુજરાતમાં ચૂંટણીનો ગરમાવો ખતમ થયો. હવે બસ 23 મેની રાહ જોવાય છે,

કઈ બેઠક પર કેટલું મતદાન

બેઠકભાજપ ઉમેદવારકોંગ્રેસ ઉમેદવારમતદાનની ટકાવારી
કચ્છ‌વિનોદ ચાવડાનરેશ મહેશ્વરી57.53
બનાસકાંઠાપરબત પટેલપરથી ભટોળ64.71
પાટણભરતસિંહ ડાભીજગદીશ ઠાકોર61.74
મહેસાણાશારદા પટેલએ.જે. પટેલ65.04
સાબરકાંઠાદિપસિંહ રાઠોડરાજેન્દ્ર ઠાકોર67.21
ગાંધીનગરઅમિત શાહડૉ. સી.જે.ચાવડા64.94
અમદાવાદ(પૂ.)એચ.એસ પટેલગીતા પટેલ60.77
અમદાવાદ(પ.)ડૉ. કિરીટ સોલંકીરાજુ પરમાર59.82
સુરેન્દ્રનગરડો મહેન્દ્ર મુંજપરાસોમા ગાંડા પટેલ57.84
રાજકોટમોહન કુંડારિયાલલિત કગથરા63.15
પોરબંદરરમેશ ધડૂકલલિત વસોયા56.79
જામનગરપૂનમ માડમમૂળુ કંડોરિયા58.49
જૂનાગઢરાજેશ ચુડાસ્માપૂંજા વંશ60.70
અમરેલીનારણ કાછડિયાપરેશ ધાનાણી55.74
ભાવનગરડો. ભારતીબેન શિયાળમનહર પટેલ58.42
આણંદમિતેષ પટેલભરતસિંહ સોલંકી66.03
ખેડાદેવુંસિંહ ચૌહાણબિમલ શાહ60.62
પંચમહાલરતનસિંહ રાઠોડવી.કે.ખાંટ61.69
દાહોદજશવંતસિંહ ભાભોરબાબુ કટારા66.05
વડોદરારંજન ભટ્ટપ્રશાંત પટેલ67.61
છોટાઉદેપુરગીતા રાઠવારણજિતસિંહ રાઠવા72.89
ભરૂચમનસુખ વસાવાશેરખાન પઠાણ71.77
બારડોલીપ્રભુ વસાવાતુષાર ચૌધરી73.57
સુરતદર્શના જરદોશઅશોક અધેવાડા63.98
નવસારીસીઆર પાટીલધર્મેશ પટેલ66.42
વલસાડડો. કે. સી પટેલજીતુ ચૌધરી74.09

Related posts

લોકસભા સભા ચૂંટણી પૂરી થતાં જ બંધ થઈ ગઈ ‘નમો ટીવી’

NIsha Patel

ઉદ્ધવ ઠાકરે માટે પુરણપોળી અને નીતીશ કુમાર માટે લીટ્ટી-ચોખા, આ છે શાહનું ડિનર મેન્યૂ

Mansi Patel

સીબીઆઈ, ઈડીની જેમ ચૂંટણી પંચનું પણ ભાજપ સાથે ગઠબંધન : આ મહિલા નેતાને કાવતરાની શંકા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!