GSTV
Home » News » ગુજરાતમાં સ્વતંત્રતા દિવસના અવસરે ત્રિરંગો ફરકાવવા માટે ધોલાઈ બંદર પર આવું કરશે માછીમારો

ગુજરાતમાં સ્વતંત્રતા દિવસના અવસરે ત્રિરંગો ફરકાવવા માટે ધોલાઈ બંદર પર આવું કરશે માછીમારો

સ્વતંત્રતા દિવસ માટે દેશભરમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તેને ધ્યાનમાં રાખતાં ગુજરતનાં ધોલાઈ બંદર પર ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી  છે. નવસારી જીલ્લામાં સ્થિત ધોલાઈ બંદરથી 250 માછીમારી કરતાં જહાજોમાં ત્રિરંગો લગાવવામાં આવશે.

વાસ્તવમાં બંદર પર ઉભેલી 250 માછીમારી કરતાં જહાજોમાં ત્રિરંગો લહેરાવવામાં આવશે, ત્યારબાદ માછીમારો માછલી પકડવા માટે 15 ઓગષ્ટે રવાના થશે. આ વખતે 15 ઓગષ્ટે દેશની સ્વતંત્રતા દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ મનાવવામાં આવશે. આ દિવસે જ માછીમારો તેમનો પરંપરાગત તહેવાર નારિયેળી પુનમ ઉજવીને સમુદ્રમાં ઉતરશે.

આ માછીમારો પોતાની નાવ સાથે પોરબંદર, વેરાવળ, દીવ, ઓખા, મુંબઈ અને ગોવાનાં સમુદ્ર સુધી જાય છે.  આ લોકો 20 ગામોમાંથી 10-12ની સંખ્યામાં ટુકડી બનાવીને માછલી પકડવા માટે નીકળે છે.

ઉલ્લેખનીય છેકે, ચોમાસું શરૂ થતાં જ માછીમારો સમુદ્રમાં જવાનું બંધ કરી દે છે. અને સાવન પૂર્ણિમાના દિવસે તેઓ પોતાનું કામ શરૂ કરશે. માછીમારો સમુદ્રમાં જતાં પહેલાં વરૂણ દેવની પૂજા કરે છે. અને સમુદ્રમાં નારિયેળ અર્પણ કરે છે. માછીમારો સમુદ્રમાં કોઈ બાધાન આવે તેના માટે આવું કરે છે. એટલા માટે માછીમારો આ દિવસને નારિયેળી પૂર્ણિમા પણ કહે છે.

READ ALSO

Related posts

VIDEO : અમદાવાદના રોડને ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફિલ્મનો સેટ સમજી બેઠેલા BRTS ચાલકે યુવકના માથા પર ટાયર ફેરવી દીધું

Mayur

આ ફિલ્મ એટ્રેસે આવ્યું નવી પેઢી માટે ખાસ નિવેદન, ‘સમલૈંગિકતા પર ફિલ્મો બનવી જોઇએ’

NIsha Patel

ભયાનક મેકઅપ સાથે રાનૂ મંડલે રેમ્પ પર બતાવ્યો ‘ફેશનનો જલવો’, સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકી નાંખી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!