GSTV

Gujarat Rain / રાજ્યમાં 240 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?

Last Updated on July 26, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં ૨૪૦ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ૨૦૦ તાલુકાઓમાં અડધાથી 8 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં ૮ ઈંચ વરસાદ જયારે છોટાઉદેપુર, કવાંટ, બેચરાજી, કાલાવાડ અને તિલકવાડા સહિતના તાલુકાઓમાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ૨૫ તાલુકામાં ૪ થી ૮ ઈંચ, ૬૦ તાલુકામાં ૨થી ૪ ઈંચ, ૭૫ તાલુકામાં ૧ થી ૨ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૨૬/૦૭/૨૦૨૧ને સવારે ૬.૦૦ કલાકે પુરા થતા છેલ્લાં 24 કલાક દરમિયાન રાજકોટના લોધિકા તાલુકામાં ૧૯૮ મી.મી., છોટા ઉદેપુર તાલુકામાં ૧૯૦ મી.મી., કવાંટ તાલુકામાં ૧૮૨ મી.મી., બેચરાજી તાલુકામાં ૧૬૦ મી.મી., કાલાવાડ અને તિલકવાડા તાલુકામાં ૧૪૭ મી.મી. એટલે કે ૬ ઈંચથી ૮ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્યના બોટાદ, કપરાડા, માણાવદર. કુતિયાણા, શંખેશ્વર, ગઢડા, જોટાણ, વિજાપુર, વંથલી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, બોડેલી, કરજણ, મહેસાણા, પ્રાતિજ, રાજકોટ, સૂત્રાપાડા, ડભોઈ અને ફતેપુરા સહિત ૧૯ તાલુકામાં ૪ થી ૬ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જયારે ૬૦ તાલુકાઓ એવા છે જ્યાં ૨ થી ૪ ઈંચ અને ૭૫ તાલુકામાં ૧થી ૨ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ૮૦ તાલુકાઓમાં ૧ ઈંચથી ઓછો એટલે કે ૨૪ મી.મી, થી ૧ મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૫.૧૯ ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૩૨.૫૮ ટકા એટલે કે ૨૭૩.૬૫ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૫.૧૯ ટકા જ્યારે કચ્છ ઝોનમાં ૩૦.૨૫ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૧.૮૯ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૩૦.૦૮ ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૮.૧૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી વિગત મુજબ આજે તા. ૨૬/૦૭/૨૦૨૧ને બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૫૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણ તાલુકામાં ૭૮ મી.મી. એટલે કે ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ખેરગામ, ધરમપુર, વાંસદ, વાપી, વઘઈ, ડાંગ-આહવા, માળિયા, પારડી, ચીખલી, વિસાવદર, મોરબી, વલસાડ, કોડીનાર, ધાનપુર, સુબિર, ઉના, ગરબાડા, કપરાડા, માલપુર, ગણદેવી અને જાફરાબાદ મળી ૨૧ તાલુકાઓમાં ૧ થી ૩ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જયારે ૧૩૦ તાલુકાઓમાં ૧ ઈંચથી ઓછો એટલે કે ૨૪ મી.મી, થી ૧ મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

વડોદરા / ઓમિક્રોનના સંભવિત ખતરાને જતા SSG હોસ્પિટલ સજ્જ, આઈસીયુ, ઓક્સિજન સહિતની સુવિધાઓ તૈયાર ઉભી કરાઈ

Zainul Ansari

Bipin Rawat Funeral: બિપિન રાવતનું પાર્થિવ શરીર કાલે દિલ્હી લવાશે, શુક્રવારે થશે અંતિમ સંસ્કાર

Zainul Ansari

સોમનાથના ત્રિવેણી સંગમમાં NDRFનું રેસ્ક્યુ ઓપરેશન, ત્રણના બચાવ્યા જીવ પછી જરૂરી મેડિકલ સારવાર આપી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!