GSTV

ખાડામાં ગુજરાત! / અરે બાપ રે! રાજ્યમાં માત્ર 3 વર્ષમાં રસ્તા પરના ભૂવાથી 234નાં મોત, દેશમાં ગુજરાત ચોથા ક્રમાંકે

Last Updated on July 30, 2021 by Dhruv Brahmbhatt

ચોમાસાના પ્રારંભ સાથે જ રોડ પર ખાડા-ભૂવા પડવાની સિઝન પણ શરૃ થઇ ગઇ છે.  ગુજરાતમાંથી જ ત્રણ વર્ષ દરમિયાન રોડ પરના ખાડાને લીધે ૫૪૬ વ્યક્તિ ઘાયલ થઇ છે જ્યારે ૨૩૪ વ્યક્તિ જીવ ગુમાવી ચૂકી છે.

ગુજરાતમાં રોડ પરના ખાડાને લીધે અકસ્માતની સૌથી વધુ ઘટના ૨૦૧૭માં નોંધાઇ હતી. જેમાં  રોડ પરના ખાડાથી અકસ્માતની કુલ ૫૫૨ ઘટનામાં ૫૪૫ લોકો ઘાયલ થયા હતા જ્યારે ૨૨૮ વ્યક્તિના મૃત્યુ થયા હતા. જોકે, ૨૦૧૮ના વર્ષથી ગુજરાતમાં રોડ પરના ખાડાથી અકસ્માત અને મૃત્યુની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ૨૦૧૮માં રોડ પરના ખાડાથી અકસ્માતની માત્ર ૧ ઘટના નોંધાઇ હતી અને તેમાં ૧ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ૨૦૧૯માં ગુજરાતમાં રોડ પરના ખાડાની કુલ ૫ ઘટનામાં ૧ વ્યક્તિ ઘાયલ થઇ હતી અને અને ૫ વ્યક્તિના મૃત્યુ થયા હતાં.

આમ, સમગ્ર રાજ્યમાં ૩ વર્ષમાં રોડ પરના ખાડાથી કુલ ૫૫૮ ઘટનામાં ૫૪૬ વ્યક્તિ ઘાયલ થઇ હતી અને ૨૩૪ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. સમગ્ર દેશની વાત કરવામાં આવે તો આ સમયગાળામાં કુલ રોડ પરના ખાડાને લીધે નોંધાયેલી ૧૯૦૬૭ ઘટનામાં  ૭૭૫૨ વ્યક્તિના રોડ પરના ખાડાને લીધે મૃત્યુ થયા છે. ગુજરાતમાં નેશનલ હાઇવેના મેઇન્ટેનન્સ માટે ત્રણ વર્ષમાં કુલ રૃ. ૩૬૬.૮૧ કરોડ ફાળવાયા છે અને તેમાંથી રૃ. ૨૭૦ કરોડની રકમનો ઉપયોગ કરાયો છે.

અમદાવાદમાં ભુવા પડવાનો સીલસીલો યથાવત, દાણીલીમડામાં બે મસમોટા ભુવા પડતા  રાહદારીઓને પડી હાલાકી - GSTV

 ગુજરાતમાંથી પ્રતિ સપ્તાહે સરેરાશ બે વ્યક્તિ રોડના નિર્માણકાર્યને કારણે મૃત્યુ પામે છે. ‘રોડ એકસિડેન્ટ્સ ઇન ઈન્ડિયા’ના અહેવાલ અનુસાર ૨૦૧૮માં ૮૧ જ્યારે ૨૦૧૯માં ૧૦૨ વ્યક્તિએ અંડર કન્સ્ટ્રક્શન અથવા રોડ પરના સમારકામને કારણે જીવ ગુમાવ્યો છે. આમ, રોડ પરના સમારકામને લીધે જીવ ગુમાવનારાના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. રોડ પરના ખાડાને લીધે સૌથી વધુ લોકોના મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ મોખરે, મહારાષ્ટ્ર બીજા, હરિયાણા ત્રીજા, ગુજરાત ચોથા અને દિલ્હી પાંચમાં સ્થાને છે. જાણકારોના મતે, ગુજરાતમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો રોડ પરના ખાડાથી મૃત્યુ પામતા હોવા છતાં આ સમસ્યાના નિરાકરણ માટે કોઇ નક્કર પગલા લેવામાં આવતા નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

ભાલ પંથકમાં ભારે તબાહી / નદીઓ બની ગાંડીતૂર તો ગામોમાં જવાના રસ્તા થયા બંધ, રાહતની માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!