GSTV
Gujarat Government Advertisement

ગુજરાત માટે જૂન મહિનો ઘાતક નીવડ્યો: પાંચ જ દિવસમાં 13 ટકા કેસ વધ્યા, 152ના મોત

કોરોના

Last Updated on June 6, 2020 by Bansari

ગુજરાતમાં કોરોનાના મામલે જૂન માસ વધુને વધુ ઘાતક પુરવાર થઇ રહ્યો છે. જૂન માસના પ્રથમ પાંચ દિવસમાં જ ગુજરાતમાં કોરોનાથી કુલ 152ના મૃત્યુ થઇ ચૂક્યા છે. ગુજરાતમાં જૂન માસના પ્રથમ પાંચ દિવસમાં કોરોનાના કુલ 2325 કેસ નોંધાયા છે. જેમાં સળંગ સાત દિવસથી 400થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 1190 થયો છે. જેમાંથી અંદાજે 13 ટકા તો માત્ર જૂનના પ્રથમ પાંચ દિવસમાં જ છે. આ ઉપરથી જ ગુજરાતમાં જૂન માસ દરમિયાન સર્જાઇ રહેલી ગંભીર સ્થિતિનો તાગ મેળવી શકાય છે.

છેલ્લા 10 દિવસમાં જ ગુજરાતમાંથી 275 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ 35 શુક્રવારે નોંધાયા હતા. આ સ્થિતિ પ્રમાણે જૂન માસમાં ગુજરાતમાં દરરોજના સરેરાશ 465 કેસ નોંધાય છે અને 30 વ્યક્તિના મૃત્યુ થાય છે. અમદાવાદમાં જૂન માસમાં કોરોનાના કુલ 1498 કેસ નોંધાયા છે જ્યારે 126ના મૃત્યુ થયા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક 13678 થઇ ગયો છે. જેમાંથી 10 ટકાથી વધુ છેલ્લા 10 દિવસમાં જ છે.

Corona

ગુજરાતમાં જૂન માસમાં કોરોનાના કેસ

તારીખ કેસ મૃત્યુ ટેસ્ટ

1 જૂન 423 25 4328

2 જૂન 415 29 5352

3 જૂન 485 30 6288

4 જૂન 492 33 6023

5 જૂન 510 35 5990

કુલ 2325 152 27981

Corona

ગુજરાતમાં કોરોના વાયરસે હવે માથું ઉંચક્યું છે અને કેસમાં કૂદકેને ભૂસકે વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 510 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં 24 કલાકના સમયગાળામાં કોરોનાના સર્વોચ્ચ કેસનો આ નવો રેકોર્ડ છે. છેલ્લા 7 દિવસથી ગુજરાતમાં સતત 400થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. જેની સાથે જ ગુજરાતમાં કોરાનાના કુલ કેસનો આંક હવે 19 હજારને પાર થઇ ગયો છે. આ ઉપરાંત અમદાવાદમાં 30 સહિત કુલ 35 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. આમ, ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે 1190 થઇ ગયો છે.

કેસનો આંક 19 હજારને પાર, ગુજરાત ચોથુ રાજ્ય

કોરાનાના કુલ કેસનો આંક 19 હજારને પાર કર્યો હોય તેવું ગુજરાત ચોથું રાજ્ય છે. હાલ જે રાજ્યોમાં કોરોનાના કુલ કેસનો આંક 19 હજારને પાર થયો છે તેમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હીનો સમાવેશ થાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી યાદી અનુસાર ગુજરાતમાં કોરોનાના વધુ 510 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 324, સુરતમાં 67, વડોદરામાં 45, પાટનગર ગાંધીનગરમાં 21 કેસનો સમાવેશ થાય છે.

એક પણ કેસ ન હતો તેવો આ જિલ્લો પણ કોરોનાના ભરડામાં

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 22 જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાઇ ચૂક્યા છે. ડાંગ જિલ્લો કે જ્યાં એક પણ એક્ટિવ કેસ નહોતો ત્યાં પણ હવે કોરોનાનો નવો કેસ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 35 વ્યક્તિના મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ 30 મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંક 968 થઇ ગયો છે. આ સિવાય સુરતમાંથી 2 જ્યારે આણંદ-ભાવનગર-સુરેન્દ્રનગર ખાતે 1-1 વ્યક્તિને કોરોના છેલ્લા 24 કલાકમાં ભરખી ચૂક્યો છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં વધુ 344 વ્યક્તિ કોરોનાને પરાસ્ત કરવામાં સફળ રહી છે.

જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 251, સુરતમાંથી 39, વડોદરામાંથી 19નો સમાવેશ થાય છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાથી સાજા થનારાઓની સંખ્યા 9479 થઇ ગઇ છે. સમગ્ર રાજ્યમાં કુલ 19119 કેસ સામે સાજા થનારાઓની સંખ્યા 13011 થઇ ગઇ છે જ્યારે રીક્વરી રેટ 68.05% થઇ ગયો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 4918 છે, જેમાંથી 63 વેન્ટિલેટર પર-4855 સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 2,21,149 વ્યક્તિઓ ક્વોરન્ટાઇન હેઠળ છે. જેમાં 2.13 લાખ હોમ ક્વોરન્ટાઇન, 7432 ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં છે.

ગુજરાતમાં કોરોનાના ક્યારે કેટલા કેસ ?

તારીખ કેસ

19 માર્ચ 02

17 એપ્રિલ 1,000

21 એપ્રિલ 2,000

25 એપ્રિલ 3,000

29 એપ્રિલ 4,000

2 મે 5,000

5 મે 6,000

7 મે 7,000

10 મે 8,000

13 મે 9,000

તારીખ કેસ

16 મે 10,000

17 મે 11,000

19 મે 12,000

22 મે 13,000

24 મે 14,000

27 મે 15,000

30 મે 16,000

1 જૂન 17,000

3 જૂન 18,000

5 જૂન 19,000

19 હજાર કેસ સુધી પહોંચવામાં કયા રાજ્યને કેટલો સમય લાગ્યો?

રાજ્ય પ્રથમ કેસ 19 હજારમો કેસ સમયગાળો

મહારાષ્ટ્ર 10 માર્ચ 8 મે 59 દિવસ

ગુજરાત 19 માર્ચ 5 જૂન 78 દિવસ

તામિલનાડુ 7 માર્ચ 28 મે 82 દિવસ

દિલ્હી 2 માર્ચ 31 મે 90 દિવસ

સૌથી ઝડપી 19 હજાર કેસ ગુજરાત બીજા સ્થાને

ભારતના જે રાજ્યમાં કોરોનાના સૌથી ઝડપી 19 હજાર કેસ નોંધાયા હોય તેમાં ગુજરાત હવે બીજા સ્થાને છે. મહારાષ્ટ્રમાં પ્રથમ કેસ નોંધાયાના 59 દિવસ બાદ જ્યારે ગુજરાતમાં પ્રથમ કેસના 78 દિવસ બાદ કોરોનાના 19 હજાર કેસ પૂરા થયા છે. ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ 19 માર્ચે નોંધાયો હતો.

દેશમાં એક જ દિવસમાં રેકોર્ડ 10,649 કેસ

કોરોના વાઈરસનો સામનો કરવા માટે ચાર તબક્કાના લૉકડાઉન પછી હવે દેશના અર્થતંત્રને પાટા પાર લાવવા માટે લૉકડાઉન તબક્કાવાર ખોલવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. પરંતુ તમામ પ્રયાસો પછી પણ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નથી આવી રહ્યો. કોરોના વાઈરસથી છેલ્લા ૨૪ કલાકમાં ૩૩૪નાં મોત નીપજ્યાં છે અને સૌથી વધુ ૧૦,૬૪૯ કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨,૨૮,૦૩૮ને પાર થઈ ગઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક ૬,૫૫૭ થયો છે. આઈસીએમઆરે જણાવ્યું હતું કે દેશમાં ૨૪ કલાકમાં ૧,૪૩,૬૬૧ લોકોના ટેસ્ટ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪૩.૮૬ લાખથી વધુ લોકોના ટેસ્ટ થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશ માટે સારા સમાચાર એ છે કે કોરોનાના કેસ વધવા છતાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧,૧૨,૩૧૮ દર્દીઓ સાજા થઈ ગયા છે. એટલે કે દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૪૯.૨૫ ટકા થઈ ગયો છે. જોકે, વિશ્વમાં કોરોનાના આંકડાઓ પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડઓમીટર મુજબ ભારતમાં કોરોનાના ૧.૩૪ લાખથી વધુ કેસ નોંધાયા છે અને કોરોનાના કેસની બાબતમાં ભારત ઈટાલીને પણ વટાવીને વિશ્વમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. ભારતની આગળ હવે અમેરિકા, બ્રાઝિલ, રશિયા, સ્પેન, બ્રિટનનો સમાવેશ થાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!