GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

આજે નીતિન પટેલના પટારામાંથી ફુલગુલાબી બજેટ નીકળે તેવી આશા, બજેટ રજૂ કરતાં જ રેકોર્ડ સર્જશે

આવતીકાલથી વિધાનસભા સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે અને પ્રથમ જ દિવસે નાણામંત્રી નીતિન પટેલ વર્ષ 2020-21નું અંદાજપત્ર રજૂ કરશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ રાજ્ય સરકારે નારાજ ખેડૂતો,બેરાજગારોથી માંડીને આમ જનતાને રાજી કરવા આ વખતે કરવેરા વિનાનું ફુલગુલાબી બજેટ રજૂ કરવા તૈયારીઓ કરી છે. નાણાંમંત્રીના પટારામાં શું ખૂલશે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે. જોકે, આ વખતે ગુજરાતના બજેટનું કદ બે લાખ કરોડને પાર કરી જશે. બુધવારે ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે જ નાણાંમંત્રી નીતિન પટેલ અંદાજપત્ર રજૂ કરશે.વર્ષ 2019-10માં રાજયના બજેટનું કદ રૂા.1,91,817 કરોડ હતું તે આ વખતે વધીને રૂા.2 લાખ કરોડના આંકને પાર કરી જશે તેવો અંદાજ છે.જોકે,24મીએ વિધાનસભામાં બજેટ રજૂ થવાનું હતુ પણ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને પગલે વિધાનસભા સત્રના સમયમાં ફેરબદલ કરાયો હતો.

હવે લોકો નારાજ થાય તે મંજૂર નથી

નાણાંમંત્રી નીતિન પટેલે બજેટ અગાઉ એવી પ્રતિક્રિયા આપીકે, તમામ વર્ગને ફાયદો થાય તેવું બજેટ હશે.મ્યુનિ.કોર્પોરેશન ઉપરાંત સૃથાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રૂપાણી સરકાર શહેરીલક્ષી વિવિધ યોજના જાહેર કરી શકે છે જેમ કે,ઝૂંપડપટ્ટી નાબૂદીને અમલમાં મૂકાશે.જયાં ઝૂંપડુ ત્યા પાકા મકાન આપવા સરકારે તૈયારી કરી છે. આ ઉપરાંત શહેરોમાં રોડ-રસ્તા,પાણી સહિતની સુવિધાઓ થકી શહેરી મતદારોને આકર્ષવા માટે ય બજેટમાં આયોજન કરાયુ છે. કૃષિલક્ષી યોજના જાહેર કરી નારાજ ખેડૂતોને મનાવવા પણ તૈયારી કરાઇ છે. બેરોજગારો યુવાનો માટે ય યોજના ઘડાઇ છે. આરોગ્ય અને શિક્ષણ પર ભાર મૂકીને સરકાર કેટલીક મહત્વની જાહેરાત થઇ શકે છે. દિલ્હી વિધાનસભાની ઇફેક્ટ ગુજરાતના બજેટ પર જોવા મળશે કેમકે, હવે લોકોની નારાજગી સરકારને પોષાય તેમ નથી .ટ્રમ્પના આગમન અગાઉ જ આંદોલનો થાળે પડયા છે. હજુ ય આંદોલન ધમધમી રહ્યાં છે તે જોતાં પ્રજાલક્ષી યોજના ઉપરાંત કરવેરા વિનાનું ફુલગુલાબી બજેટ રજૂ કરવા તૈયારીઓ કરાઇ છે.

નાણામંત્રી નીતિન પટેલ આઠમી વાર બજેટ રજૂ કરશે

અત્યાર સુધી સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકર્ડ પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાના નામે રહ્યો છે. આવતીકાલે નાણાંમંત્રી નિતીન પટેલ ફરી એકવાર બજેટ રજૂ કરશે. વિધાનસભામાં સૌથી વધુ વાર બજેટ રજૂ કરનારાં નીતિન પટેલ બીજા ક્રમે રહ્યાં છે. આવતીકાલે નીતિન પટેલ આઠમી વાર બજેટ રજૂ કરશે. આઠમી વાર બજેટ રજૂ કરીને નાણાંમંત્રી નીતિન પટેલ એક નવો રેકર્ડ કરશે. નીતિન પટેલે બે વાર લેખાનુદાન અને પાંચ વાર પૂર્ણ બજેટ રજૂ કર્યું છે.

આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ થશે,22 દિવસ સુધી સત્ર ચાલશે

આવતીકાલથી 14મી વિધાનસભાનો પ્રારંભ થઇ રહ્યો છે. સત્ર દરમિયાન કામકાજના કુલ 22 દિવસો હશે.સમગ્ર સત્ર દરમિયાન એકદંરે ગૃહની કુલ 25 બેઠકો મળશે. પ્રથમ દિવસે પ્રશ્નોતરી કાળ બાદ ભૂતપૂર્વ ધારાસભ્ય દોલતભાઇ દેસાઇ,કરમશીભાઇ કોળી અને ગોવિંદભાઇ ચૌહાણના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ હાથ ધરાશે. સરકારી વિધેયકો પણ રજૂ થનાર છે. આ વખતે સરકાર માછીમાર સંરક્ષણ બિલ લાવી શકે છે જેમાં અન્ય રાજ્યના માછીમાર ગુજરાતની જળસિમામાં પ્રવેશી નહી શકે. આ સત્ર તોફાની બને રહે તેવી શક્યતા છે.

READ ALSO

Related posts

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત, યુદ્ધનાં ઉન્માદમાં ચઢેલા ચીને LOC પરથી 2 કિમી કરી પીછે હટ

pratik shah

હોંગકોંગ, ભારત બાદ હવે ચીને આ દેશને કરી સળી, કોરોનાની બદનામી ટાળવા હવે ચીન યુદ્ધના રવાડે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!