GSTV

DYSP કામરિયા અને ADGP શમશેરસિંઘ સહિત ગુજરાતના 19 પોલીસ જવાનોનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી થશે સન્માન

Last Updated on January 25, 2020 by Karan

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ મેડલની જાહેરાત કરાઈ છે. આવતીકાલે પોલીસ અધિકારીઓનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાશે. ભારત સરકાર દ્વારા પ્રસંશનીય કામગીરી કરવા બદલ પ્રેસિડન્ટ પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગુજરાતના બે પોલીસ અધિકારી એવા એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (રેલવે અને સીઆઈડી ક્રાઈમ) શમશેરસિંઘ અને સાણંદ ડીવિઝનના DYSP કે.ટી. કામરિયાને સન્માનિત કરવામાં આવશે. આ સિવાય 17 પોલીસ કર્મીઓને પણ પોલીસ મેડલથી સમ્માનિત કરવામાં આવશે.

કયા કયા પોલીસ જવાનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી થશે સન્માન

  • ડો. શમશેરસિંઘ આઇપીએસ, અધિક મહાનિદેશક સીઆઇડી ક્રાઇમ એન્ડ રેલવે ગુ.સા., ગાંધીનગર
  • શ્રી કે.ટી.કામરીયા, નાયબ પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય
  • શ્રી એસ.જી.રાણા, નાયબ પોલીસ અધિક્ષક, નવસારી જિલ્લો
  • શ્રી અજયસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક, જામનગર જિલ્લો
  • શ્રી જે.કે.પંડયા, નાયબ પોલીસ અધિક્ષક, સુરત શહેર
  • શ્રી એ.એન.ઘાસુરા, નાયબ પોલીસ અધિક્ષક, હથિ.,કલગાવ
  • શ્રી સી.એ.પટેલ, હથિ. નાયબ પોલીસ અધિક્ષક, ગોધરા
  • શ્રી બી.એ.ચુડાસમા, હથિ. નાયબ પોલીસ અધિક્ષક, સલામતી શાખા, ગાંધીનગર
  • શ્રી એ.જે.તળાજીયા, હથિ નાયબ પોલીસ અધિક્ષક, અમદાવાદ
  • શ્રી આર.એચ.પટેલ, હથિ નાયબ પોલીસ અધિક્ષક, મરિન ટાસ્ક ફોર્સ, નવસારી
  • શ્રી એ.સી.મલેક, બિન.હથિ.પો.ઇ.ગાંધીનગર રિજિયન
  • શ્રી એમ.સી.ચૌહાણ, બિન, હથિ.પો.સ.ઇ.સુરત
  • શ્રી ડી.જે.વાળા , પો.સ.ઇ, તકનીકી સેવાઓ, ગાંધીનગર
  • શ્રી એન.ડી.ઉમરવંશી, બિન હથિ. એએસઆઇ, સુરત
  • શ્રી એન.એચ.આહીર, બિન.હથિ. એચ.સી. સુરત શહેર
  • શ્રી જી.આર.તરાર, બિન.હથિ. એચ.સી.અમદાવાદ શહેર (ટ્રાફિક શાખા)
  • શ્રી આર.આર.તિવારી, બિન હથિ.એચ.સી.અમદાવાદ શહેર (ક્રાઇમ બ્રાન્ચ)
  • શ્રી જે.બી.ચાવડા, બિન.હથિ.એચ.સી. અમદાવાદ શહેર (ગુન્હા નિવારણ શાખા)
  • શ્રી આર.જે.રાઠોડ , એઆઇઓ, ગાંધીનગર

Related posts

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!