GSTV

કોરોના વાયરસ/ 24 કલાક રાજ્યમાં કોરોનાના 129 કેસ, 2 દર્દીનાં મોત, રિકવરી રેટ 98.24 ટકા

કોરોના

Last Updated on June 25, 2021 by Damini Patel

રાજ્યમાં કોરોનાનાં સંક્રમણનાં વળતા પાણી થતા જોવા મળી રહ્યા છે, રાજ્યમાં આજે 129 નવા કેસ નોંધાયા અને 2 લોકોના મોત થયા જ્યારે રાજ્યમાં હાલ 4427 એક્ટિવ કેસ છે. જેમાંથી 51 લોકો વેન્ટિલેટર પર છે. 4376 દર્દીઓની હાલત સ્થિર છે. 808418 લોકો ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10042 એ પહોંચ્યો છે, રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,22,887 થઇ છે, હાલ રાજ્યમાં રિકવરી રેટ 98.24 ટકા થયો છે.

શહેરો મુજબ કોરોના કેસ

ચીન

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે, અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશનમાં 16, રાજકોટ કોર્પોરેશનમાં 10, સુરત 10, વડોદરા કોર્પોરેશનમાં 8, વડોદરા 7, ગીર સોમનાથ 5, ખેડા 5 વલસાડ 5, નવસારી 4, રાજકોટ 4, અમરેલી 3, ભરુચ 3, દેવભૂમિ દ્વારકા 3, જૂનાગઢ 3, આણંદ 2, જામનગર 2, જામનગર કોર્પોરેશન 2, જૂનાગઢ કોર્પોરેશન 2, કચ્છ 2, મહેસાણા 2, પંચમહાલ 2, ગાંધીનગર કોર્પોરેશન 1, પોરબંદર 1 અને સાબરકાંઠામાં 1 કેસ નોંધાયો છે.

2 દર્દીનાં મોત

રાજ્યમાં આજે 2 દર્દીનાં મોત થયા છે, જેમાં અમદાવાદ શહેરમાં 1 અને જુનાગઢ જિલ્લામાં 1 દર્દીનું મોત થયું છે, આ સાથે જ મૃત્યુઆંક 10042 થયો છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે 4,44,656 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,39,02,371 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણની વિગત આ પ્રમાણે છે, 333 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 16992 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 63952 નાગરિકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 74,825 નાગરિકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 2,77,540 નાગરિકોને પ્રથમ ડોઝ, 18-45 વર્ષ સુધીના 11014 નાગરિકોને બીજા ડોઝનું રસીકરણ થયું છે.

Read Also

Related posts

કોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ ? 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ

Damini Patel

રાજ કુંદ્રા કાંડ/ પતિના કારનામાના લીધે શિલ્પા શેટ્ટી ક્યાંય મોઢુ દેખાડવા લાયક ના રહી, હાથમાંથી નીકળી ગયા કરોડોના કોન્ટ્રેક્ટ્સ

Bansari

ચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!