GSTV
Gujarat Government Advertisement

દિવાળી પહેલાં ગુજરાતના 12 અધિકારીઓને લોટરી લાગી, IASનું મળી ગયું પ્રમોશન

ias

Last Updated on October 10, 2020 by Bansari

ભારત સરકરના પર્સોનલ ડિપાર્ટમેન્ટે આજે ગુજરાતના સરકારી અધિકારીઓને મોટી ભેટ આપી છે. 12 અધિકારીઓને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસમાં(IAS) નિમણુંક અપાતાં અધિકારીઓને તહેવારો પહેલાં સૌથી મોટી ભેટ મળી ગઈ છે. લાંબા સમયથી ખાલી પડેલી આ જગ્યાઓ પર હવે નવી નિમણુંકો કરાશે. 2019માં રાજ્ય સરકારે મોકલેલી એક યાદીમાંથી આ નામોને પસંદ કરાયો છે. જેમાં ભાજપના ખાસ ગણાતા અધિકારીઓને પ્રમોશનનો લાભ મળ્યો છે. 1 જાન્યુઆરી 2019થી 31મી ડિસેમ્બર 2019 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓમાં આ નિમણુંકો કરાઈ છે.

નિમણુંક મેળવનારા અધિકારીઓના નામની યાદી

નિમણુંક મેળવનારા અધિકારીઓમાં ડી.ડી. જાડેજા, આર. એમ. તન્ના, એ.બી. પટેલ, પી. આર. જોષી, કે. સી. સંપત, આર. એ . મેરજા, એમ. કે. દવે, પી. ડી. પલસાણા, એ. બી. રાઠોડ, એન. એન. દવે, વી. એન શાહ અને એસ કે પ્રજાપતિને લોટરી લાગી છે. આ અધિકારીઓ સરકારની ગુડબુકમાં હોવાનો ફાયદો થયો છે. દિવાળી પહેલાં નવી નિમણુંકોને પગલે અધિકારીઓમાં પણ ખુશીની લાગણી ફેલાઈ હતી. ભારત સરકારના અન્ડર સેક્રેટરી પંકજ ગંગવારની સહીથી આ ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી વિરુદ્ધ ફરિયાદ, ખોટા કેસમાં ફસાવાની આપી ધમકી

Pravin Makwana

આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ થાળી વાટકી વગાડી કર્યો હોબાળો, પોલીસે તમામની કરી ધરપકડ

Pravin Makwana

રસીકરણ: કોરોના વેક્સિન લેવા માટે શું એડ્રેસ પ્રુફ અને મોબાઈલ નંબર આપવો જરૂરી છે, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી છે આ સ્પષ્ટતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!