GSTV
Gandhinagar Trending ગુજરાત

કાળો કેર/ ગુજરાતમાં 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત, 24 કલાકમાં 110 પશુઓનો ઘાતક વાયરસે લીધો ભોગ

લમ્પી

રાજ્યમાં લમ્પી વાયરસનો કેર યથાવત છે. 24 કલાકમાં 2 હજાર 517 પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો. રાજ્યમાં કુલ 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંકમિત થયા છે. 24 કલાકમાં 110 પશુઓના લમ્પી વાયરસથી મોત થયું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3 હજાર 510 પશુઓનો લમ્પી વાયરસે ભોગ લીધો છે. 24 કલાકમાં કુલ 1 લાખ 20 હજાર 433 પશુઓને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 40 લાખ 14 હજાર 597 પશુઓને વેકસિન આપવામાં આવી છે.

લમ્પી

અત્યાર સુધીમાં 3510 પશુઓના મોત

સરકારી આંકડાઓ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 91,355 પશુઓ સંક્રમિત થયા છે અને અત્યાર સુધીમાં 3510 પશુઓના મોત થયા છે. આજે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 1041 પશુઓ સંક્રમિત થયા છે અને કચ્છ જિલ્લામાં સૌથી વધુ 32 પશુઓના મોત થયા છે.

લમ્પી

રાજ્યમાં કુલ 24 જિલ્લામાં લમ્પી વાયરસ ફેલાયો છે, જેમાંથી આજે 10 જિલ્લાઓમાં એક પણ પશુનું મૃત્યુ થયુ નથી અને 4 જિલ્લાઓ એવા છે, જ્યાં એક પણ પશુ સંક્રમિત થયું નથી. આજની તારીખે રાજ્યના કુલ 95 ગામોમાં લમ્પી વાયરસથી અસરગ્રસ્ત છે. રસીકરણની કામગીરી અંતર્ગત 24 કલાકમાં રાજ્યભરમાં 120733 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,04,45,597 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

રાજકારણ / ભાયાવદરમાં લલિત વસોયાના નિવેદને જોર પકડ્યું, “જો કોંગ્રેસ મને ટિકિટ નહીં આપે તો !”

Hemal Vegda

સતત ચોથા દિવસે ભારતીય બજારમાં વેચવાલી, નવ ટ્રેડીંગ સત્રમાં રોકાણકારોના રૂ.16.59 લાખ કરોડનું ધોવાણ

GSTV Web Desk

I&B Ministry : સરકારે 10 યુટ્યુબ ચેનલો – 45 વીડિયોઝને બ્લોક કર્યા, ફેક ન્યૂઝ દ્વારા ધાર્મિક ફેલાવતા હતા ઉન્માદ

GSTV Web Desk
GSTV