GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ઝૂમ બરાબર ઝૂમ : અમદાવાદમાં 10 પોલીસકર્મી પીધેલી હાલતમાં ઝડપાયા

ગાંધીના ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ દારૂ તો માગો અેટલો છૂટથી મળી રહે છે. પોલીસતંત્રની દારૂના અડ્ડાઅો પર કોઈ લગામ નથી. સામાન્ય વ્યક્તિ દારૂ પીતાં પકડાય તો કાયદાનું ભાન કરાવતી પોલીસ અા વખતે ઝડપાઈ ગઈ છે. કાયદાનું ભાન કરાવતી ગુજરાત પોલીસે અાબરૂના ધજાગરા કર્યા છે. અમદાવાદમાં અોઢવ વિસ્તારમાં 10 પોલીસકર્મીઅો 51 દારૂની બોટલ સાથે ઝડપાયા છે.

અા પોલીસકર્મી ચેન્નઈમાં પોલીસ કોન્ફરન્સમાં ભાગ લઇને અમદાવાદ પરત અાવી રહ્યા હતા. અા દરમિયાન પોલીસને સૂચના મળી હતી કે, ચેન્નઈથી પરત અાવી રહેલા પોલીસકર્મચારીઅો દારૂના નશામાં અને બોટલો લઇને અાવી રહ્યા છે. જેથી પોલીસે અમદાવાદમાં સોનીની ચાલી પાસે નાકાબંધી કરી પોલીસ કર્મચારીઅોની ઝડતી લેતાં તેમની પાસેથી 51 દારૂની બોટલ મળી અાવી હતી. ધરપકડ કરાયેલા તમામ પોલીસકર્મીઅોઅે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. પોલીસ અધિકારી અેસઅેન ટંડેલના જણાવ્યા અનુસાર પોલીસ કર્મચારીઅો પર શરાબબંધી અને અાઇપીસી અંતર્ગત કાર્યવાહી કરાઈ રહી છે. અા કેસમાં અાગળ કાર્યવાહી કરાશે. અા કેસમાં જામીન મળી શકે છે. અારોપી પોલીસકર્મીઅો હોવાથી કોર્ટ પર નિર્ભર કરે છે કે તેમને જામીન મળી શકે કે નહીં.

વિરાટનગર ઓઢવરોડ પર પોલીસકર્મી નસાની હાલતમાં ચકચૂર મળ્યો હતો.  PCR ચાલક પોલીસકર્મીને સ્થાનિકોએ દારૂ પીધેલ હાલતમાં ધક્કે ચડાવ્યો હતો. અામ અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાલનાર પોલીસ પણ દારૂના નશામાં છાકટી બનીને ફરી રહી છે.

Related posts

લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવો એ બળાત્કાર નથી : વડી અદાલતની હચમચાવતી ટીપ્પણી

Dilip Patel

સમગ્ર દેશમાં આજથી ડોમેસ્ટીક ફ્લાઈટો થઈ શરૂ, જાણો અમદાવાદથી મોટા શહેરનું ભાડું અને શિડ્યુઅલ

pratik shah

લોકડાઉનમાં મજબૂર બની શિક્ષિત યુવતી, પરિવારનુ પેટ ભરવા શરૂ કર્યો આ ધંધો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!