GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

ગુજરાતમાં દર 2 મીનિટથી ઓછા સમયમાં એક વ્યક્તિ થાય છે કોરોનાથી સંક્રમિત, ખરાબ છે સ્થિતિ

રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબુ બની રહ્યાનું ભલે સરકાર ન સ્વિકારે પરંતુ કોરોનાના આંક જ કહે છે કે રાજ્યમાં સ્થિતિ સારી નથી. કોરોના સંક્રમણ અમદાવાદ, સુરત વડોદરા પૂરતું સિમિત ન રહેતાં રાજ્યના 28 જિલ્લાઓમાં સતત વધી રહ્યું છે. રાજ્યમાં 15થી વધુ જિલ્લાઓમાં પરિસ્થિતિ બગડતાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. જુલાઈ મહિનામાં કોરોનાને લીધે 12 હજારથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાક પર નજર કરીએ તો આજે વધુ 915 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. આ આંક જ બતાવે છે કે ગુજરાતમાં દર 2 મિનિટથી પણ ઓછા સમયમાં એક વ્યક્તિ સંક્રમિત થાય છે. પ્રતિ કલાકે 38 લોકો સંક્રમિત થાય છે.  રાજ્યમાં રિકવરી દરમાં વધારો લેતી સરકાર એ પણ ન ભૂલે કે એક્ટિવ કેસની સંખ્યા પણ 11 હજારને પાર થઈ છે. રાજ્યમાં મૃત્યુ પર નિયંત્રણ મળ્યું છે. છેલ્લા સપ્તાહમાં 100થી પણ ઓછા મૃત્યુ પહેલી વખત નોંધાયા છે. 

15 જિલ્લાઓમાં પરિસ્થિતિ બની રહી છે કાબૂ બહાર

રાજ્યમાં કોરોના સંક્રમણના આંક સતત વધી રહ્યા છે. રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ 15 જિલ્લાઓમાં સૌથી વધુ જોવા મળ્યું છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર,સુરેન્દ્રનગર, રાજકોટ, મહેસાણા, જામનગર, જૂનાગઢ, વલસાડ, બનાસકાંઠા, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, ભરૂચમાં સતત નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં જુલાઈ મહિનો કોરોનાના સતત નવા વધતા કેસોનો મહિનો બની રહ્યો છે. અડધા જૂન સુધીમાં રાજ્યમાં 11 હજારથી વધારે પોઝીટીવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે પણ રેકોર્ડબ્રેક 915 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ વધીને 43723ને પાર થયો છે.

સુરતમાં છેલ્લા સપ્તાહમાં વધ્યા 2 હજારથી વધુ નવા પોઝીટીવ કેસ

રાજ્યમાં સૌથી વધુ સંક્રમણ સુરતમાં જોવા મળી રહ્યું છે. સુરતમાં છેલ્લા સપ્તાહમાં જ 2 હજાર જેટલા પોઝીટીવ કેસ આવ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણના કેસો 8,406 થઈ ગયું છે. સુરતમાં કોરોના કાબુમાં લેવા 144 ની કલમ લાગુ કરાઈ છે. માર્કેટો સ્વયંભૂ રીતે બંધ થઈ રહ્યા છે. કોરોનાને ભરડામાં લેનાર ડાયમંડ સિટી સુરતની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. 15 દિવસના ગાળામાં જ કોરોનાએ સમગ્ર શહેરને બાનમાં લીધું છે. સુરતમાં કોરોનાનો પેસારો અટકાવવા માટે ચા-પાન મસાલાની દુકાનો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પરંતુ, હવે સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા કલમ 144 લાગુ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

જગતગુરુ શંકરાચાર્ય વિશે ટિપ્પણી કરવી ભાજપના આ નેતાને પડી શકે છે ભારે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva

ચીન સામે ઊભા રહેવાનું ભૂલી જાવ, મોદીમાં એટલી હિમ્મત નથી કે, ચીનનું નામ પણ લઈ શકે !

Pravin Makwana

સાબરકાંઠા : ગાયો ચરાવતા બે ભાઈઓ પર વીજ તાર પડતા બન્નેના ઘટનાસ્થળે જ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!