GSTV
Gujarat Government Advertisement

સરકાર આંખો ખોલો/ વિરમગામમાં લોકોએ થાળી વેલણ વગાડવી નોંધાવ્યો વિરોધ, તંત્રના કાન સુધી માંગણી પહોંચાડવાનો કર્યો પ્રયાસ

Last Updated on May 12, 2021 by pratik shah

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, આ કોરોના વર્ષ 2020થી લઈને અત્યાર સુધી અનેક લોકોને ભરખી પણ ગયો છે. હવે તો નાના ગામડાઓ સુધી પણ આ વાયરસનો પગ પેસારો થયો છે. ત્યારે રાજ્યના વિરમગામમાં સરકારનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.

વિરમગામ શહેર પંથકને વારંવાર થતા અન્યાય બાબતે સામાજિક કાર્યકરો સહિત સેવાકીય સંસ્થાઓ દ્વારા જાગરૂકતા બતાવી વિરમગામ ઓક્સિજન પ્લાન્ટ ન ફાળવાતા મામલતદાર થી લઈને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરવામાં આવેલ છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક અભિગમને ન અપનાવવાતા સામાજિક કાર્યકરો દ્વારા સરકારના કાન સુધી આ વાત પહોંચાડવા માટે શહેરના નાગરિકોને આજ રોજ સાંજે 6:00કલાકે વિરમગામ શહેરની અનેક વિસ્તારમાં લોકોએ ઘરે થાળી વેલણ વગાડવા વિરોધ નોંધાવ્યો હતો.

વિસ્તારમાં લોકોએ ઘરે થાળી વેલણ વગાડવા વિરોધ નોંધાવ્યો

વિરમગામ તાલુકા ને ઓક્સિજન પ્લાન્ટ ફાળવવા દરેક સમાજ અને ગામના સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવેલ છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર જવાબ મળેલ નથી. જેથી વિરમગામ શહેરની અનેક પોળોમાં અને સોસાયટીઓમાં પોત-પોતાના ઘરની બહાર થાળી વગાડી સરકાર ના કાન સુધી વિરમગામવાસીઓની માંગણી પહોંચાડવાનો પ્રયાશ કર્યો

માંગણી પહોંચાડવાનો પ્રયાશ કર્યો

વિરમગામ શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ સહિત વિવિધ મેડીકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવા સરકાર પાસે માંગ કરવામાં આવેલ છે જે બાબતે વિરમગામ શહેર પંથકના નાગરિકો દ્વારા વિવિધ પોસ્ટરો સાથે સોશિયલ મીડિયામાં ફોટા શેર કરવાનું શરૂ કર્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!